પોતાના વાળ ખર્યા તો આ ગુજરાતી યુવાન ગ્લોબલ બ્રાન્ડને લાવ્યો ભારતમાં, શરૂ કર્યો AHS

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ પોતાની વાળ ખરવાની સમસ્યાથી પરેશાન અમદાવાદી યુવાને ગ્લોબલ હેર રેસ્ટોરેશન કંપનીને ભારત અને અમદાવાદમાં લાવી લીધી. આ યુવાનનું નામ છે સંકેત શાહ અને કંપની છે એડવાન્સ હેર સ્ટૂડિયો (AHS)


 

સંકેત શાહે ભારતમાં શરૂ કર્યો AHS
 
અમદાવાદમાં જન્મેલા અને મોટા થયેલા સંકેત શાહ જ્યારે ઓસ્ટ્રેલિયામાં હતા ત્યારે તેમને વાળ ખરવાની સમસ્યા ઉભી થઇ. તેઓ ત્યાં ગ્લોબલ હેર રેસ્ટોરેશન કંપની AHSના 7 વર્ષ સુધી ક્લાયન્ટ રહ્યા. આ સમસ્યા ભારતમાં અનેક લોકોને હોવાથી તેમણે ભારતમાં પણ AHS શરૂ કરવાનું વિચાર્યું. તેમણે દોઢ-બે વર્ષ ભારતમાં રિસર્ચ કર્યું પછી મુંબઇમાં પ્રથમ એડવાન્સ હેર સ્ટૂડિયો શરૂ કર્યો. શરૂઆતમાં તેઓ જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં જ દોઢ વર્ષ સુધી સ્ટૂડિયો ચલાવ્યો પછી દિલ્હીમાં AHS શરૂ કરી છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં AHS ચલાવી રહ્યા છે. સંકેત શાહ AHSના મિડલ ઇસ્ટ એન્ડ ઇન્ડિયા કોન્ટિનેન્ટના સીઇઓ એન્ડ એમડી છે. 

અન્ય સમાચારો પણ છે...