તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

POS કંપનીઓના અચ્છે દિન, ગુજરાતમાં રોજના 600 સ્વાઇપ મશીનોનું વેચાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 500 અને 1000ની નોટબંધીથી રોકડની તંગી ઊભી થઇ છે. જેના પરિણામે સ્વાઇપ મશીન વિક્રેતાઓને ચાંદી થઇ ગઇ છે. પીઓએસ તરીકે જાણીતાં કાર્ડ સ્વાઇપ મશીનની માંગમાં 4 થી 5 ગણો ઊછાળો આવ્યો છે. આ સેકટરની અગ્રણી કંપની પાઇન લેબ્સના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં દરરોજ 600થી 700 જેટલી ઇન્ક્વાયરી આવી રહી છે. જેમાં મશીન કેવી રીતે કામ કરે છે અને તેને ખરીદવા શું કરવું તેવી પૂછપરછ લોકો કરી રહ્યા છે.
મશીનોનું વેઇટિંગ
લગ્નની સીઝન આવી રહી છે અને બીજી તરફ લોકોના હાથમાં કેશ નથી ત્યારે વેપારીઓ ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને પીઓએસ મશીનો તરફ વળ્યા છે. નાના-મોટા તમામ વેપારીઓ તરફથી પીઓએસ મશીનોની માંગ એટલી વધી ગઇ છે કે બેન્કોમાં મશીનોનું વેઇટિંગ ચાલી રહ્યું છે.
આગળની સ્લાઇડમાં વાંચો, ગુજરાતમાં કેવી છે પીઓએસ મશીનોની માંગ...
અન્ય સમાચારો પણ છે...