તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ શિવભક્ત પરિવારે ગુજરાતમાં બનાવ્યુ અમરનાથધામ, કાશ્મીરથી આવ્યા ભોળાનાથ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ તમે કોઇ યાત્રા-પ્રવાસ પર ગયા હો તો ત્યાં મુશ્કેલીઓનો સામનો જરૂર કર્યો હશે. સામાન્ય રીતે યાત્રાની કઠણાઇઓને થોડાક સમય પછી આપણે ભુલી જઇએ છીએ. પરંતુ ગાંધીનગર પાસેના અમરનાથ ધામના ટ્રસ્ટી દિપક પટેલ કંઇક જુદી જ માટીના બનેલા છે. પોતાના બેન-બનેવીને કાશ્મીરના અમરનાથમાં પડેલી મુશ્કેલીઓ કોઇ અન્યને ન પડે તે માટે તેમણે ગાંધીનગરના આંગણે જ એક બીજુ અમરનાથધામ ઉભુ કરી દીધું.
 

કાશ્મીરથી બાબા બર્ફાનીને લાવ્યા ગુજરાત
 
વ્યવસાયે બિલ્ડર અને ગાંધીનગરના અમરનાથ ધામના મુખ્ય ટ્રસ્ટી દિપક પટેલ મનીભાસ્કર.કોમ સાથેની વાતચીતમાં જણાવે છે કે મારા બેન-બનેવી વર્ષો પહેલા જ્યારે બાબા અમરનાથના દર્શને ગયા ત્યારે આતંકવાદી હુમલામાં તેમની સાથેના માણસો મોતને ભેટ્યા હતા. અમરનાથ યાત્રા આમેય એક કઠીન યાત્રા છે વળી આવા આતંકવાદી હુમલાનો ખતરો હંમેશા રહેતો હોય છે. ત્યારે મારા મધરને વિચાર આવ્યો છે ગુજરાતમાં આવું મંદિર બનવું જોઇએ. આમ માતા-પિતાના આર્શીવાદથી 15 વર્ષ પહેલા આ તિર્થસ્થાનનો પાયો નંખાયો.
 
દિપક પટેલ વધુમાં જણાવે છે કે ગાંધીનગર નજીક નેર્સગિક વાતાવરણમાં મંદિર બનાવવાનો વિચાર મારા પિતાજી મહર્ષિ પ્રહલાદ પટેલને આવ્યો. અમે એક વિશ્વકલ્યાણ ટ્રસ્ટ બનાવ્યું છે જેમાં મારા ભાઇ દિનેશ પટેલનું પણ મહત્વનું યોગદાન છે. 

અન્ય સમાચારો પણ છે...