અમદાવાદઃ સામાન્ય રીતે લોકો સાસણગીર સિંહ જોવા કે જંગલની પરિક્રમા કરવા જતા હોય છે. એશિયાટીક લાયન માટે સાસણગીર ફેમસ છે. પરંતુ જો તમે સાસણગીર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવી જગ્યા બતાવીશું જે રહેવા માટે બેસ્ટ જગ્યા છે. આ જગ્યા છે અનિલ ફાર્મ હાઉસ. આ એક એવી જગ્યા છે જ્યાં તમને કુદરતની વચ્ચે રહેવાનો અનોખો અનુભવ થશે. આ ફાર્મહાઉસની સાથે એક રિસોર્ટ પણ છે અને રિસોર્ટમાંથી હિરણ નદીનો વ્યૂ પણ મળે છે
હોટલ અનિલ ફાર્મ હાઉસ
હિરણ નદીને અડીને આવેલો આ એક સુંદર રિસોર્ટ છે. સાથે સાથે તે એક ફાર્મહાઉસ પણ છે. શહેરના કોલાહોલથી દૂર તમે અહીં શાંતિનો અનુભવ કરી શકો છો. હોટલમાં બજેટથી માડિને લક્ઝુરિયસ કેટેગરીના કુલ 25 રૂમ્સ છે. જેનું સંચાલન શમસુદ્દીન જરિયા કરી રહ્યા છે. શમસુદ્દીનભાઇને ફાર્મિંગનો ગજબનો શોખ છે. જેથી આ સ્થળે તમને ક્યાંય નહીં જોવા મળ્યા હોય તેવા ફળ, ફૂલ અને શાકભાજી જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.