તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીની અસરઃ અમદાવાદના એબ્રોઇડરી, હીરાના કારખાનાઓનો ધંધો ઠપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ 500 અને 1000ની નોટ બંધ થવાની સૌથી ખરાબ અસર ટેકસ્ટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મોટાભાગના હીરા અને એમ્બ્રોઇડરીના કારખાનાં બંધ છે. દિવાળીની રજાઓ પછી મોટાભાગના કારખાનાઓ ખુલ્યા નથી અને જે ખુલ્યા છે તેમાં પણ કુલ ક્ષમતાના માત્ર 20 ટકા જ કામ થઇ રહ્યું છે.
અમદાવાદ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પુરુષોત્તમ સુતરિયાએ જણાવ્યું કે અમદાવાદમાં નોંધાયેલા હીરાના 200 જેટલા કારખાનામાં 50 હજાર જેટલા લોકોને રોજગારી મળી રહી છે. તેમાં હાલ કામગીરી ઠપ્પ છે. આંગડિયા સર્વિસ બંધ હોવાથી હીરામાં કામકાજ થતા નથી. હવે 5 તારીખ પછી જ સાચી પરિસ્થિતિની ખબર પડી શકે.
હીરાના જેવી જ સ્થિતિ એમ્બ્રોઇડરી ઉદ્યોગની છે. અમદાવાદ એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખ કનુભાઇ જોગાણીનું કહેવું છે કે અમદાવાદમાં કુલ 10 હજાર જેટલા એમ્બ્રોઇડરી યુનિટો છે તેમાંથી 30 ટકા જ ચાલુ છે અને તેમાંય નાઇટ શિફ્ટમાં તો માત્ર 10 ટકા કારખાના જ ચાલુ છે. અમદાવાદના આ એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કુલ 40 હજાર જેટલા મશીનો છે.
તેઓ વધુમાં કહે છે કે એબ્રોઇડરીના કારખાનાઓમાં અંદાજે 1 થી દોઢ લાખ જેટલા લોકોને રોજગારી મળી રહી છે. જેમાં 50 ટકા જેટલી મહિલાઓ પણ કામ કરી રહી છે. નોટબંધીને પગલે કાપડ માર્કેટ જ બંધ છે પરિણામે કારખાનાઓમાં પણ કામ અટકી પડયું છે. દિવાળીમાં ગામડે ગયેલા ગુજરાત અને રાજય બહારના કારીગરો રોકડની મુશ્કેલીને પગલે પાછા ફર્યા જ નથી.
એમ્બ્રોઈડરી યુનિટ ધરાવતાં શૈલેષ કોલડિયાના કહેવા મુજબ, હાલ મોટાભાગના યુનિટો 10થી 12 કલાક જ કામ કરી રહ્યા છે. તેમાં કામ કરતાં મોટાભાગના કારીગરો પાસે બેંક એકાઉન્ટ નથી. ઉપરાંત તેમની પાસે પૂરતા પ્રૂફ પણ હોતા નથી. કરંટ ખાતા માટે સરકારે જાહેર કરેલી રૂપિયા 50,000ની સાપ્તાહિક મર્યાદા હોવા છતાં પણ રૂપિયા મળતા નથી. રૂપિયા ઉપાડવા માટે ધંધો છોડીને લાઈનમાં ઉભું રહેવું પડે છે તેમ છતાં પૂરતા રૂપિયા મળતા નથી. પગાર તારીખ પણ નજીકમાં છે તેથી કેવી રીતે ચૂકવણી કરીશું તેને લઈને ચિંતા છે. જો જલ્દી રોકડ ઉપાડની મર્યાદા નહીં દૂર કરવામાં આવે તો કારીગરોને છૂટ્ટા કરવા પડશે અથવા એકમો બંધ કરી દેવા પડશે.
નોટબંધી અને ઉદ્યોગોને પડી રહેલી મુશ્કેલી અંગે ગુજરાત કોંગ્રેસના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલના ચેરમેન કૈલાશ ગઢવીએ જણાવ્યું કે સરકારના મિસ-મેનેજમેન્ટથી જે પરિસ્થિતિ ઊભી થઇ છે તેનાથી ગુજરાતના ઉદ્યોગોને બહાર આવતાં 6 મહિના નીકળી જશે. તેઓએ વધુમાં માંગણી કરી છે કે સરકાર સરક્યુલેશનમાં ફરતી નોટોની રજેરજની વિગતો જાહેર કરે.સીએ સેલનો આક્ષેપ છે કે 31 ડિસેમ્બર પછી જુની ચલણી નોટ્સ લેનારાઓ બારોબાર તેની સામે નવી નોટ્સ બદલી આપવાની વ્યવસ્થા શાસપકપક્ષના નેતાઓએ કરી હોય તેવી આશંકા છે.
આગળની સ્લાઇડમાં જુઓ અમદાવાદના ઉદ્યોગ-ધંધા પર થયેલી માઠી અસરના ફોટોઝ...
અન્ય સમાચારો પણ છે...