તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેન્કોના 78 હજાર કરોડ ડૂબ્યા, આ ગુજરાતી સૌથી મોટો વિલફુલ ડિફોલ્ટર, માલ્યા ત્રીજા ક્રમે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ દેશના સૌથી મોટા ડિફોલ્ટરના લિસ્ટમાં જતીન મહેતાનો સમાવેશ થયો છે. જતીન મહેતાની કંપની વિનસમ ડાયમંડ એન્ડ જ્વેલેરીએ બેન્કોના 2266 કરોડ રૂપિયા ડૂબાડયા છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશનને આજે જાહેર કરેલી યાદીમાં દેશના ટોપ 7 વિલફુલ ડિફોલ્ટર્સમાં વિજય માલ્યા ત્રીજા ક્રમે છે. 2015-16ના વર્ષમાં દેશમાં આવા 7800 જેટલા વિલફુલ ડિફોલ્ટર્સે બેન્કોની 78000 કરોડ રૂપિયા જેટલી રકમ ડૂબાડી છે.
માલ્યા ત્રીજા ક્રમના વિલફુલ ડિફોલ્ટર
વિજય માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સ 1201 કરોડ રૂપિયાની વિલફુલ ડિફોલ્ટર છે. માલ્યાએ આ રકમ એસબીઆઇ પાસેથી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે માલ્યાએ બેન્કોને કુલ 10 હજાર કરોડ રૂપિયા ચૂકવવાના છે પરંતુ તેમાં 1200 કરોડ વિલફુલ ડિફોલ્ટેડ છે. જતીન મહેતાની વાત કરીએ તો કુલ 2266 કરોડ રૂપિયા તેણે પંજાબ નેશનલ બેન્કને ચૂકવવાના છે.
અન્ય વિલફુલ ડિફોલ્ટર્સ પર નજર કરીએ તો ઝૂમ ડેવલપર્સ 1710 કરોડ રૂપિયા, ફોરેએવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ 1002 કરોડ રૂપિયા, બીટા નેપ્થોલ 958 કરોડ રૂપિયા, ડેક્કન ક્રોનિકલ 884 કરોડ રૂપિયા જયારે એસ.કુમાર્સ નેશનવાઇડ 600 કરોડ રૂપિયા માટે વિલફુલ ડિફોલ્ટર જાહેર થઇ છે. આ કંપનીઓની લોન ભરપાઇ કરવાની ક્ષમતા હોવા છતાં તેઓએ બેન્કોને નાણાં ચૂકવ્યા નથી.
આગળની સ્લાઇડમાં વાંચો ટોચના ગુજરાતી ડિફોલ્ટર્સ....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો