તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના આ યુવાન ઉદ્યોગપતિઓ જી-20ને શોભાવશે, YEA સમિટમાં આમંત્રણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ પ્રથમ વખત અમદાવાદના પાંચ યુવાન ઉદ્યોગપતિઓને ચીનના બેઇજિંગમાં આયોજીત જી-20 સમિટમાં ભાગ લેવા આમંત્રણ મળ્યું છે. આ યુવાન ઉદ્યોગપતિઓ સીઆઇઆઇના યંગ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલા છે. અમદાવાદના આ પાંચ મેમ્બરનું ગ્રુપ યંગ એન્ટરપ્રેન્યોર્સ એલાયન્સ (વાયઇએ)માં ભાગ લેશે જે જી-20 સમિટની સાથોસાથ યોજાઇ રહ્યું છે. વાયઇએની આ વર્ષની થીમ ડિસરપ્ટિવ ઇનોવેશન-સ્માર્ટ એન્ટરપ્રેન્યોરશીપ છે.
અમદાવાદના જે યુવાન ઉદ્યોગપતિઓ જી-20માં આ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે તેમાં ગોપાણી પ્રોડક્ટ સિસ્ટમ્સના ધર્મગ્ન ગોપાણી, પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીઝના ધ્રુવ શાહ, ડાયમંડ મિલના ઓનર ધ્રુવ પટેલ, રત્નમણી મેટલ્સના પ્રશાંત સંઘવી અને પરીખ રિઅલ એસ્ટેટના પ્રમિત પરીખનો સમાવેશ થાય છે.
જી-20ની વાયઇએમાં જે ટોપિક્સ પર ચર્ચા થવાની છે તેમાં વર્ચ્યુલ રિયાલિટી, આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને ભવિષ્યને બદલતી 3ડી પ્રિન્ટિંગ વિષયનો સમાવેશ થાય છે. અન્ય મુદ્દાઓમાં ડિસરપ્ટિવ યૂથ એન્ટરપ્રેન્યોરશિપ વિથ ડિજિટલ ડેટા એન્ડ પોલિસી એપ્રોચ ટુ પ્લેટફોર્મ ઇકોનોમીનો સમાવેશ થાય છે.
કોણ છે આ યંગ એન્ટરપ્રેન્યોર્સ વાંચો આગળની સ્લાઇડમાં...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો