તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીઃ ઇન્કમ ટેક્સ નોટિસ મળે તો કરો આ 5 કામ, નહિ થાય પરેશાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ નોટબંધી પછી બેન્ક એકાઉન્ટમાં થતા ટ્રાન્ઝેક્શન પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર છે. તેમાં જેમના એકાઉન્ટમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન થઇ રહ્યા છે તેમને આઇટી ડિપાર્ટમેન્ટની નોટિસ મળી શકે છે. જોકે, તમને જો આવી કોઇ નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. પરંતુ તેનો યોગ્ય રીતે જવાબ આપો. એ જરૂર યાદ રાખો કે તમારી પાસે મોટી રકમના ટ્રાન્ઝેક્શન સંબંધિત ડોક્યુમેન્ટ્સ હોવા જોઇએ. તેનાથી તમે એ સાબિત કરી શકશો કે તમે તમારો યોગ્ય ટેક્સ સરકારના ખાતામાં જમા કરાવ્યો છે.
વડાપ્રધાન મોદીએ 500 અને 1000ની ચલણી નોટોને 8 નવેમ્બરે રદ કરતા જણાવ્યું હતું કે કોઇ પણ વ્યક્તિ પોતાના એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. તેના પર કોઇ પૂછપરછ કરાશે નહિ. જ્યારે નાણા મંત્રાલય અનુસાર, જનધન એકાઉન્ટ્સ માટે કેશ ડિપોઝિટની મર્યાદા 50,000 રાખવામાં આવી છે.
એકાઉન્ટ બુક સાચી છે તો નહિ થાય પરેશાની
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગીત કુમાર ગુપ્તાએ મનીભાસ્કરને જણાવ્યું કે એકાઉન્ટ્સમાં થતા યોગ્ય ટ્રાન્ઝેક્શનની જાણકારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને બેન્કોની એન્યુઅલ ઇન્ફોર્મેશન રીટર્ન (એઆઇઆર) મારફત મળશે. અત્યારે આઇટી ડિપાર્ટમેન્ટની નજર ઊંચા ટ્રાન્ઝેક્શન પર છે. ગુપ્તાના જણાવ્યા અનુસાર, જો તમારા એકાઉન્ટમાં બુકમાં રાખેલા તમામ ટ્રાન્ઝેક્શન યોગ્ય રીતના હશે અને તમે ટેક્સ ભર્યો હશે તો કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર પણ તમને કોઇ મુશ્કેલી પડશે નહિ.
આગળની સ્લાઇડમાં જાણો- ટેક્સ નોટિસ મળવા પર તમારે શું કરવાનું?
અન્ય સમાચારો પણ છે...