તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરનારા 1.16 લાખ લોકોને ઇન્કમ ટેક્સની નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેન્કમાં 25 લાખ કે તેથી વધુ રૂપિયા કેશ જમા કરનારા 1.18 લાખને આઇટીની નોટિસ - Divya Bhaskar
બેન્કમાં 25 લાખ કે તેથી વધુ રૂપિયા કેશ જમા કરનારા 1.18 લાખને આઇટીની નોટિસ

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એવા 1.16 લાખ ઇનડિવિડ્યુઅલ્સ અને કંપનીઓને નોટિસ મોકલી છે જેમણે નોટબંધી પછી તેમના બેન્ક એકાઉન્ટસમાં 25 લાખ રૂપિયા કે તેનાથી વધારે કેશ જમા કરેલી છે પરંતુ નિર્ધારિત તારીખ સુધીમાં રીટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ જાણકારી આપી છે.  

ટેક્સ ડિપાર્ટમેન્ટે તૈયાર કરી છે 18 લાખ લોકોની યાદી

તેમણે કહ્યું કે મોટી રકમને કેશ જમા કરનારા એવા લોકો પણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નિશાના પર છે, જેમણે આઇટી રીટર્ન ફાઇલ કર્યું છે. ટેક્સ ડિપાર્ટમેન્ટે એવા 18 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમણે નોટબંધી પછી 2.5 લાખ રૂપિયાથી વધુ રકમની 500 અને 1000 રૂપિયાની નોટો પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા કરી હતી.
 

આઇટી રીટર્ન ફાઇલ નહિ કરનાર લોકોની બનાવી બે કેટેગરી
 
આ ઇનડિવિડ્યુઅલ્સ અને કંપનીઓ જેમણે હજુ સુધી પોતાના રીટર્ન ફાઇલ નથી કર્યા તેમને બે કેટેગરીમાં વહેંચી દેવામાં આવ્યા છે. એક કેટેગરીમાં 25 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરનાર અને બીજી કેટેગરીમાં 10 લાખથી 25 લાખ રૂપિયા વચ્ચેની રકમ જમા કરનાર.

અન્ય સમાચારો પણ છે...