તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રપતિની મંજૂરી પછી GST બિલ બન્યો કાયદો, `એક દેશ, એક ટેક્સ\'નો માર્ગ મોકળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ હવે દેશમાં `એક દેશ, એક ટેક્સ\'ની સિસ્ટમ લાગુ કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી જીએસટી કોન્સ્ટીટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલ કાયદો બની ગયો છે. તે પહેલા 20 રાજ્યોની વિધાનસભાઓએ તેને મંજૂરી આપી દીધી છે, જે જીએસટી બિલ માટે મહત્ત્વની શરત હતી. હવે ઝડપથી અમલની તૈયારી...
 
- રાષ્ટ્રપતિની મંજૂરી સાથે તેના અમલની કામગીરી ઝડપથી શરૂ થવાની આશા છે. દેશના 31 રાજ્યોમાંથી 20 રાજ્યો જીએસટી પર મુહર લગાવી ચૂક્યા છે. ગુરુવારે જ અરુણાચલ વિધાનસભાએ પણ જીએસટી બિલને મંજૂરી આપી દીધી.
 
-રાજ્ય સભા અને લોકસભાએ ગયા ઓગસ્ટ માસમાં આ વિધેયકને પસાર કરી દીધું હતું. હવે સરકાર તેને 1 એપ્રિલ, 2017ની ડેડલાઇન સુધીમાં અમલી બનાવવા તૈયારીમાં લાગેલી છે.
 
જીએસટી પર કાઉન્સિલની રચના કરાશે

- નાણાપ્રધાન અરુણ જેટલી અગાઉથી કહી ચૂક્યા છે કે આ અંગે જીએસટી કાઉન્સિલ પણ બનાવવાની છે, જે પેન્ડિંગ ઇશ્યુઓ પર ધ્યાન આપશે.
- જેટલીએ જણાવ્યું હતું કે, `અમારી પાસે આ કરવા માટે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર છે. તેથી અમારા હજુ તેના પર ઘણું કામ કરવાનું છે.\'
 
એક દેશ અને એક જ ટેક્સ

-જીએસટી લાગુ થવાથી તમામ રાજ્યોમાં તમામ માલસામાન પર સમાન દરે ટેક્સ લાગશે. હાલમાં એક ચીજ પર બે રાજ્યોમાં જુદો જુદો ટેક્સ લાગતો હોવાથી કિંમતમાં ફેરફાર હોય છે. જીએસટી લાગુ થયા પછી દેશ મહત્તમ સ્તર સુધી સિંગલ માર્કેટ બની જશે.
 
અનેક પ્રકારના ટેક્સથી રાહત

- જીએસટીથી કેન્દ્ર અને રાજ્યોમાં લાગતા લગભગ 17 પ્રકારથી વધુ પ્રકારના ઇનડાયરેક્ટ ટેક્સ દૂર થઇ જશે. તેના અમલથી એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યુટી, સ્પેશ્યલ એડિશન ડ્યુટી ઓફ કસ્ટમ, સેલ્સ ટેક્સ એટલે કે વેટ, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સીએસટી), મનોરંજન કર, ઓક્ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ, લક્ઝરી ટેક્સ વગેરે દૂર થઇ જશે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો જીએસટી વિશે વધુ માહિતી...
 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો