તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વર્ષમાં 44,000 કરોડ રૂપિયાનું કાળુ નાણું જાહેર થયું, સરકારે આપી માહિતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ સરકારે વિદેશી અને ઘરેલું સ્રોતોમાંથી આશરે રૂ.44,000 કરોડની અઘોષિત આવક શોધી કાઢી છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફાઇનાન્સ સંતોષ કુમાર ગંગવારે સંસદમાં જણાવ્યું હતું કે બ્લેકમની અંગે સરકાર ગંભીર છે. છેલ્લા બે વર્ષમાં રૂ.43,829 કરોડની અઘોષિત આવક શોધી કાઢવામાં આવી છે.
- ગંગવારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં સરકારે શરૂ કરેલી વનટાઇમ કોમ્પ્લાયન્સ વિન્ડો મારફત આટલી રકમ મળી છે.
- બ્લેકમની શોધવા માટે બે વર્ષમાં કરદાતાઓના 990 ગ્રુપ્સની તપાસ તથા 9,457 કેસોમાં સરવે કરવામાં આવ્યા છે. તેના પગલે રૂ.43,829 કરોડની અઘોષિત આવક પકડાઇ છે.
બ્લેકમની જાહેર કરવા ખુલી વિન્ડો

- સંતોષ ગંગવારે જણાવ્યું કે સરકારે બ્લેકમની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઇન્કમ એન્ડ એસેટ્સ) એન્ડ ઇમ્પોઝિશન ઓફ એક્ટ 2015 હેઠળ છૂપી આવક જાહેર કરવા માટે વન ટાઇમ કોમ્પ્લાયન્સ વિન્ડો ખુલી હતી.
- આ વિન્ડો 1 જુલાઇ 2015થી 30 સપ્ટેમ્બર 2015 સુધી ખુલી હતી. તેના ગ્વારા રૂ.2,476 કરોડનો ટેક્સ અને પેનલ્ટી મળ્યા હતા. આ વિન્ડોમાં 648 લોકોએ તેમની છૂપી આવક જાહેર કરી.
- સરકાર તરફથી આ ઉપરાંત ફાઇનાન્સ એક્ટ 2016 હેઠળ ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ 2016 શરૂ કરવામાં આવી છે.
- આ સ્કીમ 1 જૂન 2016થી ખુલી છે અને 30 સપ્ટેમ્બર 2016ના રોજ બંધ થશે.
- સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 30 સપ્ટેમ્બર પછી બ્લેકમની શોધી કાઢવા સરકાર કડક પગલાં લેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો