જીએસટીના રેટ પર ઓગસ્ટ સુધી આવશે પેનલનો રિપોર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ રેવન્યૂ સચિવ શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે ઓગસ્ટના અંત સુધી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રેટ પેનલનો રિપોર્ટ આવી જશે. તેમણે કહ્યું કે હાલ જીએસટી માટે રેવન્યૂ ન્યૂટ્રલ રેટ પર કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. દાસે જણાવ્યું કે આજે કેબિનેટની બેઠકમાં જીએસટી બિલને સામેલ કરવામાં આવે તેવી શકયતા છે.
તેમણે કહ્યું કે જીએસટી બિલને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટમાં શું થશે તે હું આપને નહીં જણાવી શકું. મને નથી ખબર કે કોણ 25 ટકા રેવન્યૂ ન્યૂટ્રલ રેટની વાત કરી રહ્યું છે. મને 25 ટકા અંગે કંઇ ખબર નથી. તેમણે કહ્યું કે અમે પેનલને 2 મહિના એટલે કે ઓગસ્ટના અંત સુધીનો સમય આપ્યો છે.
14 થી 20 ટકા હોઇ શકે છે જીએસટીના દરો
જીએસટી પર રાજય સભાની સેલેકટ કમિટીએ જીએસટીના દરોની મહત્તમ મર્યાદા 20 ટકા નિર્ધારિત કરવાની ભલામણ કરી છે. રાજય સભાને સોંપાયેલા પોતાના રિપોર્ટમાં કમિટીએ જીએસટી માટે કોઇ નિશ્ચિત દરની ભલામણ નથી કરી. જો કે, કમિટીનું માનવું છે કે જીએસટીનો સ્ટાન્ડર્ડ રેટ 20 ટકાથી વધુ ન હોવો જોઇએ. કમિટીએ જીએસટીનો લઘુત્તમ દર 14 ટકા સુધી નક્કી કરવાનો પ્રસ્તાવ પોતાના રિપોર્ટમાં આપ્યો છે. એક્સપર્ટ 20 ટકાના દરે કન્ઝયુમર અને ઇન્ડસ્ટ્રી બન્ને માટે ફાયદાકારક માની રહ્યા છે.
ઓછામાં ઓછો હોય જીએસટીનો દર
કમિટીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલ દરોને ઓછામાં ઓછા રાખવાનો પ્રયાસ કરો જેથી જો ટેક્સના દરો વધારે હોય છે તો તેની સીધી અસર લોકો પર પડી શકે છે. તો આનાથી મોંઘવારી બેકાબૂ થવાની પણ શકયતા છે. કોંગ્રેસે પોતાની ડિસેન્ટ નોટમાં જીએસટીના દરો 18 ટકા રાખવાની ભલામણ કરી છે.