• Gujarati News
  • National
  • Be Alert, Credit Card Transaction Of More Than 1 Lakh Ruppe In A Year Are On IT Radar

વર્ષે 1 લાખથી વધુ ખર્ચ કરતા હો તો ચેતી જજો, ક્રેડિટ કાર્ડ પર છે સરકારની નજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ જો તમે ક્રેડિટ કાર્ડથી વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે ખરીદી કરતા તો સાવચેત થઇ જજો. મોદી સરકાર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ પર નજર રાખી રહી છે. ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન તમારી ઇન્કમ પ્રોફાઇલ વિશે પણ ઇન્ડિકેટ કરે છે. જો તમે ક્રેડિટ કાર્ડથી વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે ખરીદી કરતા હો કે કોઇ મોંઘી હોટલનું હજારો રૂપિયાનું બિલ ક્રેડિટ કાર્ડથી ચૂકવતા હો તો તમે ઇન્કમ ટેક્સ વિભાગની નજરમાં આવી શકો છો.
 

ક્રેડિટ કાર્ડથી 1 લાખ રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન પર આઇટીની નજર
 
વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર ઇન્કમ ટેક્સ વિભાગની નજર
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસિડન્ટ અને સીએ અમરજિત ચોપરાએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે ઇન્કમ ટેક્સ વિભાગ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધારે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી રહ્યું છે. ક્રેડિટ કાર્ડ કંપની એવું નથી બતાવતી કે ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી કેશ, ચેક કે ઓનલાઇન મોડથી થયું છે. તેથી ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરનારા અને ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ ન કરનારા બંને બાજુના લોકોને ઇન્કમ ટેક્સ વિભાગ નોટિસ મોકલી શકે છે. આ કિસ્સામાં ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ ન કરનારા ફસાઇ જાય એવી શક્યતા વધુ છે. ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરનારી વ્યક્તિ જો આ નાણાં રીટર્નમાં નહિ બતાવે તો તેને મુશ્કેલી આવી શકે છે.
 

આગળ વાંચો....ક્રેડિટ કાર્ડથી મોટા ટ્રાન્ઝેક્શન પર આવી શકે છે નોટિસ...

અન્ય સમાચારો પણ છે...