તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત પાછા ફરવા માંગે છે માલ્યા, કહ્યું- પાસપોર્ટ રદ્દ થતાં આવવું મુશ્કેલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ બેન્કોના ડિફોલ્ટર વિજય માલ્યાએ ભારત પાછા ફરવાની ઇચ્છા વ્યક્તિ કરી છે. માલ્યાએ દિલ્હીની પટિયાલા હાઉસની ટ્રાયલ કોર્ટને જણાવ્યું કે તે ભારત પાછા ફરવા માંગે છે. પરંતુ પાસપોર્ટ રદ્દ થવાના કારણે તેમનું આવવાનું મુશ્કેલ થઇ ગયું છે. જ્યારે ઇડીએ ટ્રાયલ કોર્ટને જણાવ્યું કે માલ્યા કોર્ટની કાર્યવાહીથી બચવા માંગે છે. ટ્રાયલ કોર્ટ આવતી સુનાવણી 4 ઓક્ટોબરે કરશે.
ભાગેડુ જાહેર કરાયા છે માલ્યા
- વિજય માલ્યા પર 9 હજાર કરોડથી વધુનું દેવું છે. તેઓ 2 માર્ચના રોજ દેશ છોડીને જઇ ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે તેઓ લંડનથી એક કલાકના અંતરે હર્ટફોર્ડશાયરના ટેવિન ટાઉનમાં બેકર સ્ટ્રીટના એક બંગલામાં રહે છે.
- માલ્યાને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) સાથે જોડાયેલા એક કેસમાં ભાગેડુ કરાર જાહેર કરવામાં આવ્યા છે.
- મુંબઇની ખાસ કોર્ટે ઇડીની અરજી પર આ વર્ષે જૂનમાં આ નિર્ણય સંભળાવ્યો હતો.
- ઇડીએ માલ્યાને ભાગેડુ જાહેર કરવાની અરજી આપી હતી. ઘણી વાર નોટિસ જાહેર કર્યા છતાં ઇડીના અધિકારીઓની સામે હાજર નહોતા થયા. આ જ કારણે ઇડીએ ખાસ કોર્ટમાં અરજી કરી હતી.
- માલ્યાની સામે નોન બેલેબલ વોરંટ જાહેર થઇ ચૂક્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો