કોણ બનશે રાજન પછી RBI ગવર્નર ? ઉર્જિત પટેલ, અરૂંધતિ સહિત 7 નામોની ચર્ચા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા) ના ગર્વનર રાજને સ્પષ્ટ કર્યું છે કે તેઓ બીજીવાર કાર્યભાર નહીં સંભાળે. આ સાથે ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે કે આરબીઆઇના ગર્વનર કોણ હશે ? સુત્રોના જણાવ્યા અનુસાર અરૂંધતિ ભટ્ટાચાર્ય, ઉર્જિત પટેલ સહિત 7 નામો પર ચર્ચા ચાલી રહી છે. આ નામ છે લિસ્ટમાં...

- જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં વિજય કેલકર, રાકેશ મોહન, અશોક લાહિરી, ઉર્જિત પટેલ, અરૂંધતિ ભટ્ટાચાર્ય, સુબીર ગોકર્ણ અને અશોક ચાવલા છે.
- સુત્રોનું માનીએ તો જે બે નામોની સૌથી વધુ ચર્ચા છે તેમાં આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર ઉર્જિત પટેલ અને એસબીઆઇના ચીફ અરૂંધતિ છે.
- અગાઉ ફાઇનાન્સ મિનિસ્ટ્રીના બે ઓફિસરો શક્તિકાંત દાસ અને અરવિંદ સુબ્રમણ્યમ પર પણ ચર્ચા હતી. પરંતુ હવે તેઓ રેસમાંથી બહાર નીકળી ગયા છે.

રાજને શું કહ્યું હતું ?
- રાજને શનિવારે આરબીઆઇના ગર્વનર તરીકે બીજી ટર્મથી ઇન્કાર કરી દીધો હતો.
- તેમણે સરકાર સાથે લાંબી ચર્ચા અને કેટલાક સંકેત મળ્યા બાદ આ નિર્ણય કર્યો છે.
- રાજને કહ્યું કે તેઓ પોતાની ટર્મ પૂર્ણ કર્યા બાદ ફરી એકેડેમિક્સમાં પાછા ફરી જશે એટલે કે શિકાગો યૂનિવર્સિટીમાં પાછા ફરશે.
જેટલીએ ટ્વિટર પોસ્ટ્સમાં શું લખ્યું ?
- જેટલીએ પોતાના પ્રથમ ટ્વીટમાં રાજનના નિર્ણયની જાણકારી આપી છે.
- લખ્યું છે- ડૉ.રઘુરામ રાજને પોતાનો ઇરાદો વ્યકત કર્યો છે કે તે પોતાના કરન્ટ એસાઇન્ટમેન્ટ બાદ એકેડમિક્સમા પાછા ફરવા માંગે છે.
ચિદમ્બરમે સરકાર પર સાધ્યું નિશાન
-બીજી તરફ કોંગ્રેસ લીડર પી. ચિદમ્બરે ફરી એકવાર કહ્યું છે કે આ સરકાર ડૉ. રાજનને લાયક નથી.
અટકી શકે છે રિફોર્મ્સની ગાડી
- એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજનના આ નિર્ણયથી મોદી સરકારના ઘણાં મહત્વના રિફોર્મ્સ અટકી શકે છે.
- રાજનનો નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે કે રાજને ઇન્ડસ્ટ્રીથી લઇને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સુધી એક ટર્મ આપવા માટે લોબિંગ કરી રહ્યા હતા.
આગળની સ્લાઇડ્સમાં વાંચો- રાજને સૌથી પહેલા 2008ની મંદી અંગે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...