તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે રેલવે રિઝર્વેશન ફોર્મમાં ટ્રાન્સજેન્ડર કેટેગરી પણ હશે, ઓનલાઈન પણ મળશે સુવિધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ટ્રેનની સફર કરનારા મોટા ભાગના લોકોને વેઇટિંગમાં ટિકિટ લેવી પડે છે. તેથી તેમના માટે મુશ્કેલી એ રહે છે કે ટિકિટ કન્ફર્મ થશે કે નહિ તેની ચિંતા રહે છે. લોકોની આ પરેશાનીના સોલ્યુશન માટે રેલયાત્રી.ઇન કંપનીએ એપ બેઝ્ડ નવી સર્વિસ શરૂ કરી છે. રેલયાત્રી એપ મારફત લોકો પોતાના પીએનઆર નંબર નાખીને એ બતાવવામાં આવે છે કે તેમની ટિકિટ કન્ફર્મ થશે કે નહિ. રેલયાત્રીના કો-ફાઉન્ડર અને સીઇઓ મનિષ રાઠીએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું કે અમે અમારા એપ મારફત લોકોને યાત્રા પ્લાન કરવામાં મદદ કરી રહ્યા છીએ. કંપની ટૂંકસમયમાં જ ટિકિટ બુકિંગ સર્વિસ પણ શરૂ કરવાની છે.
અન્ય એપથી કેટલી અલગ

મનિષ રાઠીએ જણાવ્યું કે ટ્રેન કે રેલવેથી જોડાયેલા જુદા જુદા મોબાઇલ એપ્સ લોકોને જુદી જુદી જાણકારી આપે છે. અમારા એપ પર લોકોને ટ્રેન ટ્રાવેલ સાથે જોડાયેલા બધા સવાલોના જવાબ મળશે.

આ ઉપરાંત, અમે લોકોને એક અલગ સર્વિસ આપીએ છીએ જે અન્ય એપ આપતું નથી. અહીં તમે તમારા પીએનઆર નંબરને નાખીને ચેક કરી શકો છો કે તમારી ટિકિટ કન્ફર્મ થવાના કેટલા ચાન્સ છે. અહીં તમને પ્રત્યેક ટ્રેન, રૂટ અને સીટ માટે કન્ફર્મેશનની સંભાવના બતાવવામાં આવે છે.

જો તમારી ટિકિટ કન્ફર્મ થવાના ઓછા ચાન્સ હોય તો તમને બીજા ઓપ્શન બતાવાય છે. જેમકે બીજી કઇ ટ્રેન તમે લઇ શકો છો કે આ રૂટથી કઇ બસ અને ટેક્સ બુક કરી શકાય છે. અમે અહીં લોકોને ટ્રાવેલ નક્કી કરવામાં મદદ કરીએ છીએ.
આગળ વાંચો, રેલવે રિઝર્વેશન અને કેન્સલેશન ફોર્મમાં હવે ત્રીજી કેટેગરી હશે ટ્રાન્સઝેન્ડર
અન્ય સમાચારો પણ છે...