• Gujarati News
  • PSLV To Launch 5 UK Satellites Into Space On July 10

ઈસરો દ્વારા આગામી દિવસોમાં 5 ઉપગ્રહોનું લોન્ચિંગ કરવામાં આવશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેગ્લોરઃ ઈસરોએ તેના સૌથી મોટા વ્યવસાયિક મિશનની તૈયારીઓ શરૂ કરી છે. આ અંતર્ગત ઈસરો 10 જુલાઈના રોજ પીએસએલવીસી-28 દ્વારા બ્રિટનના 5 ઉપગ્રહોને આકાશમાં મોકલશે. આ ઉપગ્રહનું કુલ વજન 1,440 કિલોગ્રામ છે. આ ઉપગ્રહને શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન અંતરક્ષિ કેન્દ્રમાંથી રવાના કરવામાં આવશે. આ ઉપગ્રહોની સાથે બે માઈક્રો સેટેલાઈટને પણ આકાશમાં રવાના કરવામાં આવશે.
બ્રિટનની કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપગ્રહ
આગામી 10 જુલાઈના રોજ બ્રિટનની કંપની સરે સેટેલાઈટ ટેકનોલોજી લિમેટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉપગ્રહની ચકાસણી ઈસરો દ્વારા કરવામાં આવશે. પીએસએલવી-28ની મદદથી આ ઉપગ્રહનું પરિક્ષણ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી કરવામાં આવશે. ડીએમસી3-1, ડીએમસી3-2 તથા ડીએમસી3-3 નામના આ ઉપગ્રહોને પૃથ્વીથી 647 કિલોમીટર ઉપર સિંક્રોનસ કક્ષામાં રાખવામાં આવેશે. આ ઉપગ્રહોના લોન્ચિંગ માટે પીએસએલવી- એકસલનો પણ જરૂર પડે ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગે ઉપગ્રહનું લોન્ચિંગ શ્રીહરિકોટા ખાતેથી કરવામાં આવે છે.