તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે બજેટ હવે અલગથી નહિં આવે, ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ પ્રપોઝલ પર લગાવી મુહર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રેલવે બજેટ આગામી ફાઈનાન્શિયલ વર્ષમાં અલગથી નહીં આવે. હવે બજેટ આમ બજેટનો જ હિસ્સો હશે. ફાઈનાન્સ મિનિસ્ટ્રી એ રેલવે બજેટને આમ બજેટમાં ભેળવી દેવા અંગેના પ્રપોઝલને માની લીધું છે. રેલવે મિનિસ્ટર સુરેશ પ્રભુ એ પ્રપોઝલ માન્યું હતું. આ રીતે 92 વર્ષથી ચાલ્યો આવતો રેલવે બજેટનો સિલસિલો પૂરો થશે. રેલવે બજેટ 1924થી અલગ રજૂ કરવામાં આવી રહ્યું છે.
રેલવે મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, હવે ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ 5 મેમ્બર્સની કમિટી બનાવી છે. જે આમ બજેટમાં રેલવે બજેટના મર્જરના પ્લાનને આગળ વધારશે. આ કમિટીમાં ફાઈનાન્સ મિનિસ્ટ્રી સિવાય રેલવે મિનિસ્ટ્રીના અધિકારી સામેલ છે. કમિટીએ 31 ઓગસ્ટ સુધીમાં તેનો રિપોર્ટ સોપવાનો રહેશે.
રેલવેને મળશે એકસ્ટ્રા બેનિફિટ
રેલવે મંત્રી એ કહ્યું છે કે મિનિસ્ટ્રી દ્વારા ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીને રેલવે બજેટ, સામાન્ય બજેટમાં મર્જર કરવા અંગેનો લેટર લખી પ્રપોઝલ મોકલવામાં આવ્યો હતો. આમ કરવાને કારણે દેશની સાથે રેલવેને પણ લાભ થશે. માનવામાં આવી રહ્યું છે કે, સામાન્ય બજેટ અને રેલ બજેટને મર્જ કરવા અંગેનો નિર્ણય મોદી સરકારના રિફોર્મ એજન્ડામાં સામેલ છે.
ભાડું વધારવું-ઘટાડવું ફાઈનાન્સ મિનિસ્ટ્રી પર ડેપેન્ડ
રેલવેનું ભાડું વધારવા સહિતનો નિર્ણય લેવાની જવાબદારી ફાઈનાન્સ મિનિસ્ટ્રીની હશે. આ પ્રકારના નિર્ણયમાં રેલ મંત્રાલયની ભૂમિકા નહીં હોય.
રેલવે પર વધી ગયું ફાઈનાન્શિયલ દબાણ
તેમણે માહિતી આપી હતી કે 7મું પે કમીશન લાગું થવાને કારણે 40 કરોડનો વધારાનો બોજો વધશે. રેલવે વાર્ષિક સબસિડી પર 32 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. આ સિવાય રેલવે સાથે સકળાયેલા 442 કરોડ પ્રોજેકટ લેટ હોવાને કારણે રેલવે પર 1.86 લાખ કરોડનો વધારાનો બોજો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો