• Gujarati News
  • Modi Gov Is On An Action Mode To Achieve 1.75 Lakh MW Renewable Power By 2022

2022 સુધી 1.75 લાખ મેગાવોટ રીન્યુએબલ પાવર માટે મિશન મોડમાં મોદી સરકાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે 2022 સુધી રીન્યુએબલ એનર્જીથી 1.75 લાખ મેગાવોટ ઉત્પાદનના લક્ષ્યને હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં 1,00,000 મેગાવોટ સોલર એનર્જી મારફત હાંસલ કરવાનું છે. ઊર્જા પ્રધાન પીયૂષ ગોયેલે જણાવ્યું કે અમે આગામી સાત વર્ષમાં 1 લાખ મેગાવોટ સોલર પાવર, જેમાં 40 હજાર મેગાવોટ રૂફટોપથી, અને બાકીનું ઉત્પાદન વિન્ડ પાવરથી હાંસલ કરીને 1.75 લાખ મેગાવોટના લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ. સરકાર આ લક્ષ્ય માટે મિશનના મોડમાં છે. વિશ્વ આજે ભારતના કાર્યક્રમોને ગેમચેન્જર તરીકે જોઇ રહ્યું છે.
વિજ્ઞાન ભવનમાં ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ પર એક વર્કશોપમાં કેન્દ્ર અને રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓને સંબોધિત કરતા ગોયેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર શબ્દોમાં નહિ પરંતુ એક્શન માટે પણ પ્રતિબદ્ધ છે. તેમનું માનવું છે કે એનર્જી સિક્યોરિટી સુનિશ્ચિત કરવા માટે ટીમ ઇન્ડિયા જરૂરી છે. સોલર મિશનના બે બાબતો છે. ઘરેલું મેન્યુફેક્ચરિંગ અપૂરતું હોવાથી શું આપણે ચીન અને અન્ય દેશોની મદદ કરવા જઇ રહ્યા છીએ કે આપણને સોલર પ્લાન્ટ્સના ખર્ચને ઓછો કરવા સુધી રાહ જોવી પડશે. પરંતુ પ્રોગ્રામમની મહત્તાને જોતા અમે તેને મિશન મોડમાં શરૂ કર્યું છે.

છ માસમાં સરકારી ભવનો પર લાગ્યા સોલર પાવર પેનલ

ઊર્જા પ્રધાન પીયૂષ ગોયેલે જુદા જુદા મંત્રાલયો પાસે છ માસની અંદર દિલ્હી સ્થિત તમામ સરકારી ભવનોમાં સોલર પેનલના નેટવર્ક લગાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારે તેને ટેકો આપ્યો છે. દિલ્હીના ઊર્જા મંત્રાલયે વ્યક્તિગત રીતે એ સુનિશ્ચિત કર્યું છે કે તે આ કામ માટે ઇચ્છુક છે. તેનાથી દિલ્હીમાં 1000 મેગાવોટ વીજળી બનશે. ગોયેલે ભારપૂર્વક જણાવ્યું કે આ મિશનની સફળતાને કોઇ રોકી શકશે નહિ.

ગોયેલે કહ્યું કે રાજ્ય સરકારોએ પણ એ જોવું પડશે કે સિસ્ટમને કેવી રીતે સારી બનાવી શકાય કે જેના માટે તેમને વધુ ખર્ચ કરવો પડશે. ગોયેલે કહ્યું કે અજમેર શરીફ અને સિદ્ધિ વિનાયક જેવા ધાર્મિક સ્થાનો પર પણ રીન્યુએબલ એનર્જીની સિસ્ટમ લગાવી શકાય છે. તિરુપતિ બાલાજી, જ્યાં લાખો લોકો આવે છે તે એ વાતનું ઉદાહરણ છે કે વિન્ડ મિલ્સ મારફત તે કેવી રીતે ક્લિન એનર્જીની દિશામાં પગલાં લઇ રહ્યું છે.
એલઇડીની કિંમત 76 ટકા ઘટી

પીયૂષ ગોયેલે જણાવ્યું કે મોદી સરકારના એક વર્ષના કાર્યકાળમાં ઊર્જા બચતમાં ઉપયોગી એલઇડી બલ્બની કિંમતમાં 76 ટકાથી વધુ ઘટાડો આવ્યો છે. ગયા વર્ષે એલઇડી બલ્બની કિંમત રૂ.310 હતી, પરંતુ સરકારના પ્રયાસોથી આ વર્ષે જૂનમાં તેની કિંમત રૂ.76.26 ટકા સુધી ઘટી છે અને આજે આ બલ્બ રૂ.74ના ભાવે મળે છે. ગોયેલે જણાવ્યું કે પહેલા એલઇડી બલ્બ માત્ર ઔપચારિક રીતે જ પ્રચારિત કરાતા હતા, પરંતુ તેમની સરકારે વીજળીની બચતને મહત્ત્વ આપ્યું છે અને છેલ્લા એક વર્ષ દરમિયાન પાંચ લાખ બલ્બ વહેંચાયા છે.