તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સસ્તી દવા આપવાના પ્લાનને ઝટકો, અનેક જન ઔષધિ કેન્દ્ર બંધ થવાની અણી પર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક વર્ષની અંદર દેશમાં 3,000 નવા જન ઔષધિ કેન્દ્ર ખોલવાની તૈયારી છે, તો પહેલાંથી જ શરૂ અનેક કેન્દ્રો બંધ થવાની તૈયારીમાં છે. આ કારણે નવા કેન્દ્રો પર દવાઓની અછત અને ડિસ્ટ્રીબ્યુશન પણ બરાબર થઈ રહ્યું નથી. જેના પરિણામે આ કેન્દ્રોનો નફો ઘટી ગયો છે. દેશભરમાં પહેલાંથી જ ચાલી રહેલા 137 જન ઔષધિ કેન્દ્રોમાં મોટાભાગના કેન્દ્રો પર દવાની અછત છે.
એક વર્ષની અંદર જ નીકળી દાવાની હવા
એનડીએ સરકારે દર્દીઓને સસ્તી અને સારી દવા ઉપલબ્ધ કરાવવા માટે દેશભરમાં પહેલાંથી જ ચાલી રહેલા જન ઔષધિ કેન્દ્રોને મજબૂત કરવાની વાત કરી હતી. કેટલાંક નવા કેન્દ્રો પણ ખોલવામાં આવ્યા હતા. હાલ 20 રાજ્યોમાં 137 કેન્દ્રો ચાલી રહ્યા છે. દરેક જન ઔષધિ કેન્દ્ર પર સરકાર દ્વારા 425 જેનેરિક દવાઓ અને 250 મેડિકલ ડિવાઈસ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતુંક , દવાઓની સંખ્યા વધારીને 600થી વધુ કરાશે. પરંતુ એક વર્ષની અંદર જ આ યોજનાનું બાળ મરણ થતું નજરે પડી રહ્યું છે. મેડિકલ ડિવાઈસ તો દૂર, દવાઓ પણ સમયસર મળી રહી નથી.
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિક્લના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સુધારાની સાથે દેશભરમાં નવા 3,000 કેન્દ્ર ખોલવા જઈ રહી છે. સરકારનો ટાર્ગેટ દર્દીઓને ઓછા ભારેવ સારી ગુણવત્તાની દવા ઉપલબ્ધ કરાવવાનો છે. દેશમાં ચાલી રહેલાં કેન્દ્રોની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. સરકાર તમામ પરેશાનીઓને દૂર કરશે.
જાણો શું છે જન ઔષધિ કેન્દ્રોની હકીકત
મનીભાસ્કરે જન ઔષધિ કેન્દ્રોની હકીકત જાણવા માટે દિલ્હી, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશન અને ઝારખંડમાં કેન્દ્રો ચલાવી રહેલાં લોકો સાથે વાત કરી હતી. તેમની પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર તો ખોલી દેવામાં આવ્યા છે, પરંતુ સરકાર વતી યોજનાનું મોનિટરિંગ કરવાં આવ્યું નથી. મોટાભાગના લોકોનું કહેવું હતું કે, અને 4-50 ટકા દવા મળતી પણ નથી. કેટલાંક કેન્દ્રો પર તો 100 દવાઓ જ ઉપલબ્ધ છે. આ કારણે વેચાણ પણ થતું નથી અને માર્જિન પણ ઘણું ઓછું રહે છે.
બિહારના રોહતાશ જિલ્લામાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતાં દયા શંકર કુમારનું કહેવું છે કે જ્યાં નોર્મલ મેડિકલ સ્ટોર ચલાવતાં લોકો માસિક 25 થી 30 હજાર રૂપિયા સુધીની બચત કરી લે છે ત્યાં અમે દિવસ ભરમાં 200 રૂપિયા પણ બચાવી શકતા નથી. 15 હજાર શું, અમારી માસિક બચત 7 હજાર રૂપિયા સુધી નથી પહોંચતી. સેન્ટર પર 425માંથી 200 દવાઓ જ મળી શકે છે.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતાં નરેન્દ્ર કુમારનું કહેવું છે કે જો ડોક્ટર જેનેરિક દવા લખે તો દર્દી અમારા પાસેથી દવા ખરીદશે. પરંતુ અવું થતું નથી, જોકે જે લોકો જાગ્રુત છે તેઓ જેનેરિક દવાની માંગ કરે છે. ગવર્નમેન્ટની યોજના સારી છે પરંતુ તેના પર કોઈ મોનિટરિંગ થતું નથી.
હરિયાણાના ફરીદાબાદમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતાં રાજકુમારનું કહેવું છે કે અનેક શહેરોમાં ડોક્ટર જેનેરિક દવાઓ લખતાં નથી, તેના બદલે મોટી ફાર્મા કંપનીઓની દવાઓ લખી આપે છે. લોકોમાં જાગ્રતિનો અભાવ છે અને તેઓ ડોક્ટરની લખેલી દવાઓને જેનેરિક દવાથી બદલવા માંગતા નથી.
દિલ્હીની ડીડીયૂ હોસ્પિટલ પાસે ખુલેલા જન ઔષધિ કેન્દ્રમાંથી જાણકારી આપવામાં આવી હતી કે સ્ટોર પર વધુમાં વધુ 250થી 300 દવાઓનો જ સ્ટોક ઉપલબ્ધ હોય છે. રાજધાની હોવા છતાં પણ દવાના ડિસ્ટ્રીબ્યુશનમાં 10 દિવસનો સમય લાગી જાય છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેટલાં સ્ટોર્સ થઈ ચૂક્યા છે બંધ...
અન્ય સમાચારો પણ છે...