8 ટકાથી પણ ઓછા ભારતીય એન્જિયર ખરેખર કામ કરવા લાયક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ એન્જિનિયરિંગ સેકટરમાં લોકોને રોજગાર લાયક બનાવવાની દિશામાં જોરદાર પ્રયાસ કરવાની જરૂરીયાત છે કારણ કે 8 ટકાથી પણ ઓછા ભારતીય એન્જિનયર એ લાયક જ નથી જેને જવાબદારી સોંપી શકાય. આ દાવો એસ્પાયરિંગ માઇન્ડ્સના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ વખતે પ્રથમ વાર નેશનલ એલેજિબિલિટી રિપોર્ટમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને સોફ્ટવેર ઉપરાંત સ્પેશ્યલાઇઝ્ડ અને નવા કરિયર્સમાં એમ્પ્લોયબિલિટી પર નજર નાંખવામાં આવી છે. અખિલ ભારતીય સ્તેર કરવામાં આવેલા આ વિશ્લેષણમાં 1,50,000 એન્જિનિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા.
જેનાથી ખબર પડે છે કે એન્જિનિયર્સની કુશળતા અને ઇન્સ્ટ્રીમાં કુશળતાની જરૂરીયાત વચ્ચે કેટલું અંતર છે. એસ્પાયરિંગ માઇન્ડ્સના સીટીઓ વરૂણ અગ્રવાલે કહ્યું કે કોર એન્જિનિયરિંગ રોલમાં એમ્પ્લોઇબિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ છે. અમે આવા સ્ટુડન્ટ્સને આવી નોકરીઓ માટે ઉત્સાહિત કરવા પડશે.
સરકાર મેક ઇન ઇન્ડિયા કેમ્પેન દ્ધારા ઇન્ડિયામાં મેન્યુફેકચરિંગ કેપેસિટી વધારીને 2022 સુધી 10 કરોડ રોજગારીની તકો ઉભી કરવા માંગે છે. જો કે, રોજગારીના મામલે એન્જિનિયર્સની ઓછી ક્ષમતા ઇન્ડિયામાં મેન્યુફેકચરિંગના ગ્રોથને પ્રભાવિત કરી રહી છે. અગ્રવાલે કહ્યું કે આ બેઝિક કોન્સેપ્ટ્સને લઇને સ્ટુડન્ટ્સના વિચારો બદલવાની જરૂર છે.પાઠ્યક્રમમાં મોટા ફેરફારની જરૂર છે.
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...