તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PF પર ઘટી શકે છે વ્યાજ દર, આ વર્ષે 8.8%ના બદલે મળી શકે છે 8.6%

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ચાર કરોડથી વધારે ઇપીએફઓ સબસ્ક્રાઇબર્સના નિવૃત્તિ ભંડોળ પરના વ્યાજ દરમાં કાપ આવી શકે છે. 2016-17 માટે આ વ્યાજ દર 8.6 ટકા હોઇ શકે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સિનિયર સિટીઝન્સ સેવિંગ સ્કીમ સહિત નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં પણ કાપ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક મહિનાઓમાં બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો આવવાથી સરકારની કમાણી ઘટી છે. તેના કારણે આવું થઇ શકે છે. ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને લેબલ મિનિસ્ટ્રી સંમત...
-ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને લેબર મિનિસ્ટ્રી બંને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.6 ટકા રાખવા સંમત છે.
- ત્રિમાસિક સમીક્ષામાં આવકનો અંદાજ ઓછો રહેવાની ધારણા પછી વ્યાજ દર ઓછો રાખવાની ક્વાયત ચાલી રહી છે.
- આ આવકના અંદાજના આધાર પર ઇપીએફઓ પરની ટોપ ડિસિઝન મેકિંગ બોડી ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી વ્યાજ દરનો નિર્ણય કરશે.
આવો રહ્યો છે વ્યાજનો દર

- વર્ષ 2015-16માં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર 8.8 ટકા હતો.
- વર્ષ 2014-15માં વ્યાદ દર 8.75 ટકા હતો.
- વર્ષ 2013-14માં વ્યાજ દર 8.75 ટકા હતો.
- વર્ષ 2012-13માં વ્યાજ દર 8.5 ટકા હતો.
- વર્ષ 2011-12માં વ્યાજ દર 8.25 ટકા હતો.
કેવી રીતે નક્કી થશે વ્યાજ દર

-સેન્ટ્રલ બોન્ડ ઓફ ટ્રસ્ટી વ્યાજ દર નક્કી કરશે જે તેની એડવાઇઝરી બોડી ફાઇનાન્સ, ઓડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિટીથી એપ્રુવ્ડ હશે.
- વ્યાજ દર નક્કી થયા પછી તેના પર નાણાં મંત્રાલયની મંજૂરી લેવાશે.
- નાણાં મંત્રાલય વર્ષના આવકના અંદાજના આધાર પર તેને મંજૂરી આપશે. મંજૂરી પછી તેને નોટીફાઇ કરવામાં આવશે.
આગળની સ્લાઇડમાં... આવક કરતા વધુ વ્યાજ દરની ચૂકવણી શક્ય નથી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો