તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી બોલ્યા-નથી વધવાની મોંઘવારી, પ્રોજેક્ટસ અટકવા પર કાયદાકીય પગલા યોગ્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 70માં સ્વતંત્રતા દિવસના મોકા પર લાલ કિલ્લા પરથી કહ્યું કે બે વર્ષના દુષ્કાળ પછી પણ આજે દેશમાં રેકોર્ડ ઉત્પાદન થયું છે. અમે દાળ-શાકભાજીની મોંઘવારી વધવા દીધી નથી. રિઝર્વ બેન્કની સાથે મળીને મોંધવારીને હજુ નીચે લાવવા માંગી એ છીએ. અટકેલા પ્રોજેકટ પર તેમણે કહ્યું કે, પ્રોજેકટસનું અટકવું એ ગુનો છે. મોદી એ કહ્યું કે જીએસટી માટે તમામ રાજકીય પક્ષો પ્રશંસાને પાત્ર છે.
ગરીબ બિમારના ઈલાજ માટે 1 લાખ આપશે સરકાર
દેશમાં સ્વતંત્રતા સેનાનિયોનું યોગદાન રહ્યું છે. આજે તમામ
દેશમા સ્વતંત્રતા સેનાનીઓનું ઘણું યોગદાન રહ્યું છે. આજે મારા દરેક સ્વર્ગીય સ્વતંત્રતા સેનાનીઓને જે પેન્શનની રકમ મળે છે તેમાં અમે 20 ટકાનો વધારો કરીએ છીએ. આમ, હવે જેને મહિને રૂ. 25,000 મળે છે તેમને રૂ. 30,000ની રકમ મળશે. આ મારો એક નાનકડો પ્રયત્ન છે. અમને અનુભવ થયો છે કે, ગરીબીના ઘરમાં બીમારી આવે તો ઘણી મુશ્કેલીઓ તાય છે. તેથી અમે સંકલ્પ કર્યો છે કે, જો કોઈ ગરીબ વ્યક્તિ બીરમાર થશે તો તેમનો રૂ. એક લાખ સુધીનો ખર્ચ સરકાર ઉપાડશે.
મોંઘવારી પર કન્ટ્રોલ
પહેલાં સરકારમાં મોંઘવારી દર 10 ટકા કરતા વધારે હતો. અમારા સતત પ્રયત્નોના કારણે તે રેટ 6 ટકા સુધી આવી ગયો છે. અમે આરબીઆઈ સાથે સમજૂતી કરી છે કોઈ પણ રીતે મોંઘવારી દરને કાબુમાં રાખવો. બે વર્ષની દુષ્કાળ જેવી સ્થિતિમાં દાળનું ઉત્પાદન ચિંતાનો વિષય તો બન્યો છે. પહેલાંની જેમ મોંઘવારી વધી હોત તો ખબર નહીં શું થાત. તેને રોકવા માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ સરકાર અપેક્ષાઓની ઘેરાયેલી સરકાર નથી. હું તે અપેક્ષા પૂરી કરવાના સમગ્ર પ્રયત્નો કરીશે. ગરીબીની થાળી મોંઘી નહીં થવા દઈએ.

ખેડૂતોને ધન્યવાદ
બે વર્ષના દુષ્કાળ પછી પણ આજે દેશમાં રેકોર્ડ ઉત્પાદન થયું છે. અમે દાળ-શાકભાજીની મોંઘવારી વધવા દીધી નથી. દાળના સંકટને ખતમ કરવા માટે ખેડૂત આગળ આવ્યા છે. તેમણે તેની વાવણીને દોઢ ગણી વધારી છે.
94 મિનિટની સ્પીચ
મોદીએ આ વખતે લાલ કિલ્લા પરથી 94 મિનિટ લાંબી સ્પીચ આપી છે. તેમણે લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ પર સૌથી લાંબી સ્પીચ આપી છે. તેમણે ગયા વર્ષે 86 મિનિટ 10 સેકન્ડ સુધીની સ્પીચ આપી હતી. તે વખતે તેમણે પંડિત જવાહરલાલ નેહરુની 72 મિનિટની સ્પીચનો રેકોર્ડ તોડ્યો હતો. 70માં સ્વતંત્રતા દિવસે મોદીએ તેમની સ્પીચ 7.34 મિનિટે શરૂ કરી હતી અને 9.08 મિનિટે પૂરી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો