તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • IIP Shrinks By 2.4% In July Due To Weak Manufacturing But CPI Down To 5.05% In August

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેન્યુફેક્ચરિંગ ઘટતા IIP 2.4% ઘટ્યો, રીટેલ ફુગાવો ઘટીને 5.05% થયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઘટાડાના કારણે આઇઆઇપીને ઝાટકો લાગ્યો છે. જુલાઇમાં દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન્માં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેના પર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3.4 ટકાના ઘટાડાની મોટી અસર પડી હતી. જોકે, રીટેલ ફુગાવાના આંકડાએ સરકારને થોડીક રાહત આપી છે. ઓગસ્ટમાં સીપીઆઇ (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ) ઘટીને 5.05 ટકા રહ્યો હતો, જે જુલાઇમાં 6.07 ટકા હતો.
આઇઆઇપીમાં 2.4 ટકાનો ઘટાડો

દેશમાં કુલ આઇઆઇપીમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે પાછલા વર્ષે સમાન ગાળામાં આઇઆઇપી 4.3 ટકા વધ્યો હતો. જૂનમાં આઇઆઇપી ગ્રોથમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તે 2 ટકા થયો છે, જે અગાઉ 2.1 ટકા હતો.
આ કારણે આઇઆઇપીમાં આવ્યો ઘટાડો
સરકારે સોમવારે જાહેર કરેલા આંકડા અનુસાર, કેપિટલ ગુડ્ઝ અને કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલનું ઉત્પાદન ઓછું થવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. એપ્રિલ-જુલાઇ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.2 ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.5 ટકાનો વધારો થયો હતો.
રીટેલ ફુગાવામાં પણ ઘટાડો
રીટેલ ફુગાવામાં સરકાર માટે રાહતના સમાચાર છે. ઓગસ્ટમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ઘટીને 5.05 ટકા નોંધાયો હતો, જે જુલાઇ માસમાં 6.07 ટકા હતો. ઓગસ્ટમાં કુલ ફૂડ પ્રાઇસ ઇન્ફ્લેશન 5.91 ટકા હતું, જ્યારે જુલાઇમાં તે 6.66 ટકા નોંધાયું હતું.
આરબીઆઇ પર વ્યાજ દરમાં ઘટાડાનું વધશે દબાણ

- નાણાકીય સમીક્ષાની આગામી બેઠક 4 ઓક્ટોબરે મળવાની છે. આઇઆઇપીનો નબળો આંકડો અને રીટેલ ફુગાવામાં ઘટાડાના કારણે રિઝર્વ બેન્ક પર પોલિસી રેટ (રેપો રેટ)માં કાપ મૂકવાનું દબાણ વધી શકે છે.
- સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 22 ઇન્ડસ્ટ્રી ગ્રુપમાંથી 12 ઇન્ડસ્ટ્રી ગ્રુપે જુલાઇ માસમાં ગયા વર્ષની તુલનામાં નકારાત્મક વૃદ્ધિ નોંધાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો