આધાર કાર્ડ લિંક કરાવવાની ડેડલાઇન 31 માર્ચ સુધી વધારશે સરકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ  સરકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધાર કાર્ડ જરૂરી કરવાની ડેડલાઇનને સરકાર હવે વધારીને 31 માર્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને સુનાવણી દરમ્યાન સરકારે આ વાત કરી છે. કેન્દ્ર સરકાર શુક્રવારે નોટિફિકેશન બહાર પાડી આધારની અનિવાર્યતાની ડેડલાઇન વધારશે. અત્યાર સુધી મોટાભાગની સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડને લિંક કરાવવાની તારીખ 31, ડિસેમ્બર 2017 હતી.

5 જજોની બેન્ચ આવતા સપ્તાહે કરશે સુનાવણી

- આધારને સરકારી સર્વિસિઝથી લિંક કરાવવાની સામે દાખલ કરવામાં આવેલી પિટીશન્સ પર આગામી સપ્તાહે સુનાવણી થશે
- આ પિટીશન્સમાં સરકારના નિર્ણય પર અંતરિમ રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. 
- સુપ્રીમ કોર્ટ આના માટે 5 જજોની કોન્સ્ટીટ્યૂશન બેન્ચ બનાવશે
 

SCએ ક્યારે શું કહ્યું ?
 
- 7 જુલાઇએ બેન્ચે કહ્યું હતું કે આધાર સાથે જોડાયેલા બધા કેસની અંતિમ સુનાવણી એક મોટી બેન્ચે કરવી જોઇએ. 
- 12 જુલાઇએ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 5 જજોની બેન્ચ આધાર અને પ્રાઇવસી સાથે જોડાયેલા કેસની સુનાવણી કરશે
- 18 જુલાઇએ 5 જજોની બેન્ચે કહ્યું કે 9 જજોની બેન્ચ રાઇટ ટૂ પ્રાઇવસી પર નિર્ણય કરશે. 
- 24 ઓગસ્ટે 9 જજોની બેન્ચે રાઇટ ટૂ પ્રાઇવસીને ફન્ડામેન્ટલ રાઇટના વ્યાપમાં ગણ્યું હતું. સાથે જ કહ્યું હતું કે આની સુરક્ષા 'જીવનનો અધિકાર' (આર્ટિકલ 21)ની જેમ કરવો જોઇએ
 

આગળ વાંચો બંધારણીય બેન્ચની થશે રચના....
 

અન્ય સમાચારો પણ છે...