તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારો માટે ટૂંકસમયમાં ફરજિયાત બનશે રીયર સેન્સર્સ, સ્પીડ વોર્નિંગ સિસ્ટમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રોડ સેફ્ટી મેજર્સ પર સરકાર ઝડપથી એક નોટિફિકેશન લાવી રહી છે. કારો માટે રીયર વ્યૂ સેન્સેર્સ, સ્પીડ વોર્નિંગ સિસ્ટમ અને એરબેગ્સને ટૂંકસમયમાં ફરજિયાત બનાવાશે. તે માટે હાલમાં કોઇ ટાઇમલાઇન નક્કી કરવામાં આવી નથી. જોકે, ઓક્ટોબર 2018થી તમામ ફોર વ્હીલર્સનું ઓટોમેટેડ ઇન્સ્પેક્શન શરૂ થઇ જશે. ફિટનેસ સર્ટિફિકેશન પણ મેન્ડેટરી કરવામાં આવશે. કેવા હશે નવા પગલાં...
-એક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરી અભય દામલેએ શુક્રવારે નવા રોડ સેફ્ટી મેજર્સ અને નોટિફિકેશન અંગે માહિતી આપી છે.
-દામલેએ જણાવ્યું કે, `ફિટનેસ સર્ટિફિકેશન મેન્ડેટરી કરવામાં આવશે અને તેમાં કોઇ વ્યક્તિ દખલ નહિ કરી શકે. આ સંપૂર્ણ રીતે હ્યુમન ઇન્ટરવેશન હશે.'
બીજું શું નવું હશે?
-દામલેના જણાવ્યા અનુસાર, હાલ ફોર વ્હીલર્સમાં જે રીયર વ્યૂ મિરર લગાવાય છે તેમાં નાના બાળકો કે જમીન પડેલી નાની ચીજ સ્પષ્ટ રીતે ઝીલાતી નથી. તેના કારણે રીયર વ્યૂ સેન્સર્સ કે બેકઅપ કેમેરા મેન્ડેટરી કરવામાં આવશે.
- વર્લ્ડ રોડ મીટ 2017ના કર્ટેન રેઝરમાં દામલેએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે આશરે 50,000 જીવલેણ રોડ એક્સીડન્ટ્સ થાય છે. તેના ઉકેલ માટે સરકાર ઓડિયો વોર્નિંગ સિસ્ટમને પણ ફરજિયાત કરવાની છે. તે સીટ બેલ્ટ વોર્નિંગ સિસ્ટમની જેમ જ હશે.
-ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્પ પણ હવે ઓટોમેટેડ થશે.
-દામલેએ કહ્યું કે સંસદના શિયાળુ સત્રમાં મોટર વ્હીકલ (એમેન્ડમેન્ટ) બિલ લાવવામાં આવશે. તેમાં એક્સિડન્ટ વિક્ટિમને મદદ કરનારા લોકો માટે પણ જોગવાઇ હશે.
કેવી હશે વોર્નિંગ સિસ્ટમ

- જો કોઇ કાર 80 કિમી પ્રતિ કલાકની સ્પીડે જતી હશે તો બીપ મારફત સાઉન્ડ વોર્નિંગ સંભળાશે.
- જેવું વ્હીકલ 90 કિમી પ્રતિ કલાકની સ્પીડને ટચ કરશે કે બીપ સતત વાગશે.
- દામલેના મતે, ટુ વ્હીલર્સ માટે એન્ટિ-લોક સિસ્ટમ કે કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ જરૂરી કરવાના નિયમોને અગાઉથી મંજૂરી મળી ચૂકી છે. તે એપ્રિલ 2019થી લાગુ થઇ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો