નોટબંધીઃ બેન્કોમાં આવેલા 15 લાખ Crમાં કેટલું કાળું નાણું, મોદી સરકારનું મિશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેન્કોમાં જમા થયેલા 15 લાખ રૂપિયામાંથી કેટલા કાળા નાણાં છે તે શોધવા સરકારે લીધી આઇટી પ્રોફેશનલ્સની મદદ. - Divya Bhaskar
બેન્કોમાં જમા થયેલા 15 લાખ રૂપિયામાંથી કેટલા કાળા નાણાં છે તે શોધવા સરકારે લીધી આઇટી પ્રોફેશનલ્સની મદદ.

નવી દિલ્હીઃ નોટબંધી પછી બેન્કોમાં જમા થયેલા 15 લાખ રૂપિયામાંથી કેટલા કાળા નાણાં છે તે શોધી કાઢવા માટે મોદી સરકાર આઇટી પ્રોફેશનલ્સની મદદ લઇ રહી છે. આ આઇટી પ્રોફેશનલ્સે નોટબંધી પછી મોટા પાયે બેન્કોમાં થયેલા સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન્સને શોધ્યા હતા. તે પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેના પર કાર્યવાહી કરીને 18 લાખથી વધુ લોકોને નોટિસ મોકલીને ખુલાસો માગ્યો હતો. હજુ પણ એવા અનેક લોકોને નોટિસ મોકલાઇ રહી છે.
 

આઉટસોર્સિંગથી થઇ રહ્યું છે સંદિગ્ધ ટ્રાન્ઝેક્શનનું કામ

- આઇટી ડિપાર્ટમેન્ટના એક સીનિયર અધિકારીએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું જણાવ્યું હતું કે નોટબંધી પછી બેન્કોમાં 15 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા.
- તેમણે જણાવ્યું કે આટલા મોટા પાયે થયેલા ટ્રાન્ઝેક્શન્સની ઝડપથી તપાસ કરવા માટે આઇટી ડિપાર્ટમેન્ટ પાસે ન તો મેનપાવર છે કે ન ટેકનિકલ એક્સપર્ટસ. તેથી સરકારે આ કામ માટે એક એજન્સીને આઉટસોર્સ કરી છે, જે આઇટી પ્રોફેશનલ્સની મદદથી નોટબંધી પછી થયેલા ટ્રાન્ઝેક્શન્સનું એનાલિસીસ કરી રહી છે અને સંદિગ્ધ ટ્રાન્ઝેક્શન પર આગળની કાર્યવાહી માટે ઇન્કમ ટેક્સ વિભાગને ફોરવર્ડ કરી રહી છે.
 

બેનામી પ્રોપર્ટીની ઓળખમાં આવશે તેજી

- આઇટી ડિપાર્ટમેન્ટના સિનીયર ઓફિસરે જણાવ્યું કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આધાર બેનામી પ્રોપર્ટી સામેની લડતમાં મોટું હથિયાર બની શકે છે. જો સરકાર પ્રોપર્ટીને આધાર સાથે જોડવાનો નિર્ણય કરશે તો તેનાથી બેનામી પ્રોપર્ટીની ઓળખ કરવી ખૂબ સરળ બની જશે.
- તેમણે કહ્યું કે ટેકનોલોજીની મદદથી આઇટી પ્રોફેશનલ્સ ખૂબ ઓછા સમયમાં બેનામી પ્રોપર્ટી રાખનારાની ઓળખ કરવામાં સરકારને મદદ કરી શકે છે.
 

રીટર્ન નહિ ભરનારાની પણ થઇ રહી છે ઓળખ

- ઓફિસરે જણાવ્યું કે એજન્સીના આઇટી પ્રોફેશનલ્સ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવેલા ડેટાથી એવા લોકોની પણ ઓળખ કરી રહી છે જે ટેક્સના દાયરામાં આવે છે પણ રીટર્ન ફાઇલ નથી કરી રહ્યા. આઇટી ડિપાર્ટમેન્ટને આશા છે કે આગામી સમયમાં વધારે લોકોને ટેક્સ નેટમાં જોડી શકાશે.
 

નવા વર્ષથી આઇટી ડિપાર્ટમેન્ટ શરૂ કરશે કાર્યવાહી

- ઓફિસરના જણાવ્યા અનુસાર, `આઇટી પ્રોફેશનલ્સના કારણે અમે ખૂબ થોડા સમયમાં સસ્પેક્ટેડ ટ્રાન્ઝેક્શનની ઓળખ કરવાની અને લોકોને નોટિસ મોકલવાની પ્રોસેસ પૂરી કરી છે. નવા વર્ષથી એવા લોકો સામે કાર્યવાહી શરૂ કરાશે.'
 

અન્ય સમાચારો પણ છે...