GST સંવિધાન સંશોધન બિલને સ્વીકૃતિ, NIIFની સ્થાપનાને મળી મંજૂરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે બુધવારે જીએસટી સંવિધાન સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે. આ સથે જ જીએસટી બિલ પસાર થવાની સંભાવના ઘણી વધી ગઈ છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં નેશનલ ઈન્વેસ્ટ એન્ડ ઈન્ફ્રા ફન્ડ (NIIF)ની સાથે જ અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફન્ડને પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે.
જીએસટી સંશોધન બિલ મંજૂર
કેન્દ્રિય કેબિનેટ બુધવારે રાજ્યસભા સિલેક્ટ કમિટી દ્વારા જીએસટી સંવિધાન સંશોધન બિલ માટે આપવામાં આવેલા તમામ પ્રસ્તાવને સ્વીકારી લીધા છે. જે અંતર્ગત કેબિનેટે જીએસટી લાગુ થવાથી રાજ્યને થનારા રેવન્યુ નુકસાન માટે પાંચ વર્ષ સુધી ભરપાઈ કરવાની મંજૂરી આપી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેબિનેટ જીએસટી રેટના એક ટકાથી વધુ ટેક્સ લગાવાનો અધિકાર પણ રાજ્યોને આપવાનો નિર્ણય કર્યો છે. બીજેપીના ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષાવાળી રાજય સભા સિલેક્ટ કમિટીએ ગત સપ્તાહે સોંપેલા તેના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે જીએસટી રેટ 20 ટકાથી વધુ હોવો જોઈએ નહીં.
જીએસટી સંશોધન બિલના પ્રસ્તાવ
દારૂ અને પેટ્રો પ્રોડક્ટ્સને જીએસટીથી બહાર રાખવામાં આવશે.
રાજ્યો બે વર્ષ સુધી એક ટકા વધારે ટેક્સ વસૂલ કરી શકશે.
જીએસટી લાગુ થવાથી રાજ્યોને તનારી કોઈપમ પ્રકારના રેવન્યુની નુકસાનની ભરપાઈ કેન્દ્ર સરકાર પાંચ વર્ષ સુધી કરશે.
આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં 20,000 કરોડના નેશનલ ઈનેવેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રા ફન્ડ, એઆઈએફમાં વિદેશી રોકાણને મંજૂરી, નવા કન્ઝ્યુમર પ્રોટેકશન બિલ અને વિમાન અપહરણ નિરોધક વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...