તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર 3 દિવસમાં બનશે તમારું પાન કાર્ડ, કોર્પોરેટસને 1 દિવસમાં ઈસ્યુ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: હવે માત્ર 3 દિવસની અંદર જ તમારું પાન કાર્ડ બની જશે, જયારે કોર્પોરેટસને તે માત્ર 1 દિવસમાં ઈસ્યુ કરવામાં આવશે. ઈઝ ઓફ ડુઈગ બિઝનેસ અને વધુમાં વધુ લોકોને ટેકસના સર્કલમાં લાવવાની કોશિશ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ(સીબીડીટી)એ આ પગલું ભર્યું છે.
આ રીતે ઝડપથી મળશે પાન કાર્ડ
સીબીડીટીના ચેરમેન અતુલેશ ઝિંદલે કહ્યું કે કારોબારીઓને એક દિવસમાં ટેન નંબર લેવામાં કોઈ પણ મુશ્કેલી આવશે નહી. કારોબારી હવે ડિજિટલ સિગ્નેચર દ્વારા ટેન માટે અરજી કરી શકે છે. સામાન્ય લોકોનું પાન કાર્ડ આધાર નંબર દ્વારા તરત જ વેરીફાઈ કરવામાં આવશે, જેના કારણે તે આમ લોકોને માત્ર 3થી 4 દિવસમાં મળશે. હાલ પાન કાર્ડ બનાવવામાં 15થી 20 દિવસનો સમય લાગે છે. હવે એનએસડીએલ અને યુટીઆઈએસએલની વેબસાઈટ પર પાન નંબર માટે અરજી આપ્યા બાદ તેને આધાર દ્વારા વેરીફાઈ કરવામાં આવશે. આ કારણે સમયની બચત થશે અને અરજદારને પાન નંબર ઝડપથી મળશે.

નકલી પાન કાર્ડ બનાવવું મુશ્કેલ
જિંદલના જણાવ્યા પ્રમાણે, આધાર અને કંપની મામલાના વિભાગના આંકડાઓનું મેચિંગ થવાને કારણે નકલી પાન કાર્ડ બનાવાની કોશિશ પર નિયંત્રણ આવશે. દેશમાં લાખો લોકોએ એકથી વધુ પાન કાર્ડ બનાવી રાખ્યા છે. જિંદલે જણાવ્યું હતું કે એક અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 11 લાખ પાન કાર્ડ રદ કરવામાં આવ્યા છે.
ડોક્યુમેન્ટ્સની ઝંઝટમાંથી મળશે મુક્તિ
સીબીડીટીના પગલાના કારણે હવે ટેકસપેયર્સ ડિઝિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના એનેકસચર વગર જ પોતાની અરજી ફાઈલ કરી શકશે. જે લોકો પાસે ડિજિટલ સિગ્નેચર નથી તે આધારની ઈ-સિગ્નેચરની સુવિધાનો ઉપયોગ કરીને અરજ કરી શકે છે.
આગળની સ્લાઈડમાં, સરકારના ખાતામાં આવી કેટલી રકમ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો