તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB SPECIAL: સાંભળો નાણાંમંત્રીજી! બજેટમાં જોઇએ વધુ ટેક્સ રિબેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ સોમવારે સામાન્ય બજેટ રજૂ થશે. પાછલી વખતે અરૂણ જેટલીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કર્યો ન હતો. જોકે રોકાણ મર્યાદા વધારીને રાહતનો રસ્તો ખોલી દીધો હતો. ફોન, ઇલેક્ટ્રિક કાર, દવાઓ સસ્તી કરી હતી. આ વખતે તેમની તરફથી વધુ રાહત મળવાની આશા છે. આ આશાઓને જેટલી સુધી પહોંચાડવા માટે money.bhaskar.comએ ‘સાંભળો નાણામંત્રીજી’ પ્લેટફોર્મ શરૂ કર્યુ હતું. જાણો શું છે ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી 7 મોટી આશાઓ...
1# 27 ટકા લોકોએ કહ્યું આવક વેરામાં રાહત વધે

- સર્વેમાં સે 27 ટકા લોકોએ કહ્યું નાણાંપ્રધાન તેમના બજેટ ભાષણમાં આવકવેરા રિબેટની લિમીટ વધારવી જોઇએ.
- લોકોને આશા છે કે જેટલી એવુ કંઇક કરે તે 4કે 5 લાખ રૂપિયા વાર્ષિક સુધી ટેક્સ ન લાગે.
હકીકત:

- અત્યાર સુધી 60 વર્ષ સુધીની ઉંમરના લોકોને અઢી લાખ સુધી કોઇ ટેક્સ લાગતો ન હતો.
- પરંતુ આર્થિક સર્વેમાં ટેક્સ પ્રોવિઝન વધારીને 20 ટકા વધુ લોકોને આ મર્યાદામાં લાવવાની વાત કરી છે.
શું છે હાલનો આવકવેરા ટેક્સ સ્લેબ
આવક
ટેક્સ રેટ
2,50,000 રૂપિયા સુધી
0
2,50,001 થી 5,00,000 રૂપિયા સુધી
10%
5,00,001 થી 10,00,000 રૂપિયા સુધી
20%
10,00,000 રૂપિયાથી વધુ
30%
આગળની સ્લાઇડમાં ઇન્ફોગ્રાફમાં વાંચો આવી વધુ અપેક્ષાઓ...
અન્ય સમાચારો પણ છે...