તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

`એક દેશ, એક ટેક્સ' તરફ વધુ એક કદમ, GST કાઉન્સિલની રચના માટે મંજૂરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સિલને મંજૂરી આપી દીધી છે. કાઉન્સિલની પ્રથમ બેઠક 22-23 સપ્ટેમ્બરે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે મળેલી કેબિનેટની મિટિંગમાં જીએસટી કાઉન્સિલની રચના, તેની કાર્યપદ્ધતિ અને પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલ મુખ્યત્વે જીએસટી દરો પર નિર્ણય કરશે. રાજ્યોની હાલની એમ્પાવર્ડ કમિટિ જ જીએસટી કાઉન્સિલનું સ્વરૂપ લેશે. 11 નવેમ્બર સુધી જીએસટી કાઉન્સિલની રચના થઇ જશે...
- સરકારે 12 સપ્ટેમ્બરે કાઉન્સિલની રચના માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જીએસટી સુધારા એક્ટની જોગવાઇ અનુસાર કાઉન્સિલની રચના નોટિફિકેશન ઇશ્યુ થયાના 60 દિવસોમાં થઇ જવી જોઇએ.
- જીએસટી બિલને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મંજૂરી મળ્યા પછી જીએસટી કાઉન્સિલની રચનાનો માર્ગ મોકળો થયો હતો.

અરુણ જેટલી હશે કાઉન્સિલના હેડ

- કેન્દ્રીય નાણાપ્રધાન જીએસટી કાઉન્સિલના વડા હશે. તેમાં રાજ્યોના નાણાપ્રધાનો પણ સામેલ થશે.
- રાષ્ટ્રપતિની મંજૂરી પછી જીએસટી કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ બિલ હવે કાયદો બન્યો છે. 20 રાજ્યોની વિધાનસભા તેને મંજૂરી આપી ચૂકી છે, જે જીએસટી બિલ માટે એક મુખ્ય શરત હતી.
- જેટલી અગાઉ કહી ચૂક્યા છે કે જીએસટી કાઉન્સિલ `પેન્ડિંગ ઇશ્યુઝ' જોશે.
પહેલી એપ્રિલથી લાગુ થશે જીએસટીઃ અઢિયા

- કેબિનેટની બેઠક પછી રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, `જીએસટી લાગુ કરવા અંગે અમે અત્યાર પણ સમય પ્રમાણે ચાલી રહ્યા છીએ.'
અઢિયાએ જણાવ્યું કે, `અમને પૂરો વિશ્વાસ છે કે જીએસટી તેની નક્કી સમયમર્યાદા 1 એપ્રિલ, 2017થી અમલી થઇ જશે.'
એક દેશ અને એક જ ટેક્સ

- જીએસટી લાગુ થયા પછી તમામ રાજ્યોમાં ગુડ્ઝ પર એક જ ટેક્સ લાગુ પડશે. હાલ એક વસ્તુ પર જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ ટેક્સના કારણે જુદી જુદી કિંમત વસૂલ કરાય છે. જીએસટી લાગુ થયા પછી દેશ એક રીતે સિંગલ માર્કેટ બની જશે.
શું કરશે જીએસટી કાઉન્સિલ

- જીએસટી મોડેલ લૉ હેઠળ કાઉન્સિલ જીએસટી રેટ નક્કી કરશે.
-જીએસટી ટેક્સ રેટ, અમલ અને તેની મર્યાદા નક્કી કરશે.
- કાઉન્સિલ જીએસટીના કાર્યક્ષેત્રમાં આવતા અને તેની બહારના ગુડ્ઝ અને સર્વિસીસ અંગે નિર્ણય કરશે.
- કાઉન્સિલ ટેક્સની વસૂલીની મર્યાદા પર પણ નિર્ણય કરશે.
નવેમ્બર સુધી કાઉન્સિલ જીએસટી સાથે સંકળાયેલા મુદ્દાઓનો ઉકેલ શોધશે.
જીએસટી લાગુ થયા પછી ત્રણ પ્રકારના ટેક્સ

પ્રથમઃ સીજીએસટી એટલે કે સેન્ટ્લ જીએસટી, જેને કેન્દ્ર સરકાર વસૂલ કરશે.
બીજોઃ એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી, જેને રાજ્ય સરકાર વસૂલ કરશે.
ત્રીજોઃ આઇજીએસટી એટલે કે ઇન્ટીગ્રેટેડ જીએસટી, જેમાં કોઇ કારોબાર બે રાજ્યો વચ્ચે થશે તો તેના પર આ ટેક્સ લાગશે. તેને કેન્દ્ર સરકાર વસૂલ કરીને બંને રાજ્યો વચ્ચે સરખા હિસ્સે વહેંચશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો