7 માસમાં જ 96%ના લેવલે પહોંચી ફિસ્કલ ડેફિસિટ, મોદી સરકાર માટે વધી ચેલેન્જ

નાણાકીય વર્ષ માટે 5.46 લાખ કરોડ રૂપિયાના ફિસ્કલ ડેફિસિટનું અનુમાન સામે ઓક્ટોબર સુધીમાં જ રૂ.5.2 લાખ કરોડ ફિસ્કલ ડેફિસિટ.

moneybhaskar.com | Updated - Jan 30, 2021, 05:44 PM

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 7 માસમાં ફિસ્કલ ડેફિસિટ અંદાજપત્રીય લક્ષ્યાંકના 96 ટકા પર પહોંચી ગયું છે. બજેટમાં સરકારે સમગ્ર નાણાકીય વર્ષ માટે 5.46 લાખ કરોડ રૂપિયાના ફિસ્કલ ડેફિસિટનું અનુમાન મૂક્યું હતું. તેની સામે ઓક્ટોબર સુધી એટલે કે પહેલા 7 મહિનામાં જ 5.2 લાખ કરોડ રૂપિયાનું ફિસ્કલ ડેફિસિટ થઇ ચૂક્યું છે, જે બજેટના ટાર્ગેટના 96 ટકા લેવલ સુધી પહોંચી ગયું છે. કમ્પ્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસ (સીજીએ) તરફથી જાહેર થયેલા આંકડા અનુસાર, ગયા વર્ષે આ સમયે આ ખાધ 4.2 લાખ કરોડ હતી, જે બજેટના અનુમાનના 79.3 ટકા હતી.

કેમ વધી ફિસ્કલ ડેફિસિટ


પહેલા 7 માસમાં જ ફિસ્કલ ડેફિસિટ 96 ટકાના લેવલે પહોંચી જતા મોદી સરકાર માટે ચેલેન્જ વધી છે. આ ડેટાથી સ્પષ્ટ છે કે સરકારની કમાણી કરતા ખર્ચ વધી ગયો છે. તેથી સરકારે બાકીના નાણાકીય વર્ષમાં ખર્ચ પર કાપ મૂકવો પડે એવી સ્થિતિ છે. જેથી 3.2 ટકાના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ હાંસલ થઇ શકે.

રેવન્યુ 7.29 લાખ કરોડ


ડેટા અનુસાર, એપ્રિલથી ઓક્ટોબર સુધી સરકારને કુલ 7.29 લાખ કરોડ રૂપિયા રેવન્યુ થઇ હતી. તે બજેટના અનુમાનના 48.1 ટકા છે અને તે ગયા વર્ષના એચીવમેન્ટથી ઓછી છે. સરકારે નાણાકીય વર્ષ 2017-18 માટે 15.15 લાખ કરોડની રેવન્યુનું ટાર્ગેટ રાખ્યું હતું. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં ઓક્ટોબર સુધી સરકારને ટાર્ગેટના 50.7 ટકા રેવન્યુ થઇ હતી.

કુલ ખર્ચ રૂ.12.92 લાખ કરોડ


પહેલા 7 માસમાં સરકારનો કુલ ખર્ચ પણ વધ્યો છે. એપ્રિલથી ઓક્ટોબરમાં સરકારનો કુલ ખર્ચ 12.92 લાખ કરોડ થયો છે, જે બજેટના અનુમાનના 60.2 ટકા છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ 7 માસમાં સરકારનો ખર્ચ બજેટ અનુમાનના 58.2 ટકા હતો.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App