A3 ક્રુડનો ભાવ 3 વર્ષની ટોચે 70 ડોલર પર, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો

સોમવારે બ્રેન્ટ ક્રુડની કિંમત ઊછળીને 3 વર્ષની ઊંચી ટોચે 70 ડોલર પ્રતિ બેરલ થઇ છે. તેના પગલે પેટ્રોલ-ડીઝલ મોંઘા બન્યા છે.

moneybhaskar.com | Updated - Jan 01, 2022, 03:33 PM
નવી દિલ્હીઃ ક્રુડની કિંમતોમાં તેજીના કારણે તેની આયાત કરતા દેશોની ચિંતા વધી રહી છે. સોમવારે બ્રેન્ટ ક્રુડની કિંમત ઊછળીને 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચી છે. કારોબાર દરમિયાન ક્રુડની કિંમત 70 ડોલર પ્રતિ બેરલ થઇ છે. તેના પગલે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘા બન્યા છે. આ અગાઉ વર્ષ 2014માં ક્રુડ આ સ્તરે પહોંચ્યું હતું. છેલ્લા છ માસની વાત કરીએ તો ક્રુડની કિંમતમાં 57 ટકાથી વધુ તેજી આવી ચૂકી છે. જૂનમાં ક્રુડની કિંમત 44.48 ડોલર પ્રતિ બેરલ પર હતી. પેટ્રોલ રૂ.71 અને ડીઝલ રૂ.66 પ્રતિ લિટર - આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની વધતી જતી કિંમતના કારણે ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ વધી રહ્યા છે. દેશના વિવિધ શહેરોમાં સરેરાશ ધોરણે પેટ્રોલ 71 રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ 66 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. - દિલ્હીમાં સોમવારે પેટ્રોલની કિંમત રૂ.71.18 પ્રતિ લિટર થઇ છે જે ઓગસ્ટ 2014થી અત્યાર સુધીમાં સૌથી ઊંચી કિંમત છે. એ જ રીતે ડીઝલ પણ વધીને લિટરે રૂ.61.74 પર છે અને મુંબઇમાં તો તે રૂ.65.74 પર છે. - અમદાવાદમાં પેટ્રોલ લિટરે રૂ.70.79 અને ડીઝલ લિટરે રૂ.66.36 પર છે. - પેટ્રોલ અને ડિઝલના ભાવ 12 ડિસેમ્બર 2017થી વધતા રહ્યા છે. દિલ્હીમાં 12 ડિસેમ્બરે ડીઝલનો લિટર દીઠ ભાવ રૂ.58.34 હતો અને તે રૂ.3.4 વધી ચૂક્યો છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં રૂ.2નો વધારો થયો છે. કેમ વધી રહી છે ક્રુડ ઓઇલની કિંમત એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, ઓપેક દેશો ઉપરાંત રશિયા દ્વારા ઓઇલનું પ્રોડક્શન ઘટાડી દેવાના કારણે માર્કેટમાં સપ્લાયની સ્થિતિ નબળી પડી છે. વળી, થોડા દિવસોથી અમેરિકામાં પણ રિગ્સ કાઉન્ટની સંખ્યા ઘટી છે. આ કારણથી માર્કેટમાં ઓવરબોટની સ્થિતિ પેદા થવાથી ક્રુડની કિંમતમાં તેજી આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં બ્રેન્ટ ક્રુડ 70 ડોલરને પાર કરી ગયું છે, જ્યારે ડબલ્યુટીઆઇ ક્રુડ પણ 64.53 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. મોંઘવારી વધવાનો ભય ક્રુડની કિંમતમાં તેજીના કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા મોંઘવારી વધી જવાનો ડર રહે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ મોંઘુ થવાથી ઇન્ડિયન બાસ્કેટમાં પણ ક્રુડ મોંઘુ બને છે. તેથી કંપનીઓના માર્જિન પર દબાણ વધે છે. તેથી કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારે છે. ડીઝલ પરિવહનમાં મોટા પાયે વપરાતું હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જવાથી મોંઘવારી વધે છે. - પહેલી ફેબ્રુઆરીએ જનરલ બજેટની રજૂઆત પૂર્વે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સરકાર માટે પણ મુંઝવણરૂપ બની રહ્યા છે. આગળ વાંચો... એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા પછી કેટલું વધી ગઇ ક્રુડની કિંમત...

petrol and diesel prices on top following crude price reach to 70 dollar
petrol and diesel prices on top following crude price reach to 70 dollar
X
petrol and diesel prices on top following crude price reach to 70 dollar
petrol and diesel prices on top following crude price reach to 70 dollar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App