Allergan Generics ને Teva 40 અબજ ડોલરમાં ખરીદશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈઝરાયલની દવા કંપની ટેવા નાગદ દ્વારા આગામી દિવસોમાં અલેરગન જેનરિકસને 40 અબજ ડોલરમાં ખરીદવામાં આવશે. કંપનીએ 40 અબજ ડોલરના માયલેન સોદાને રદ કરવા અંગેની જાહેરાત પણ કરી છે. કંપીનીએ આ સોદોની જાહેરાત ચાલુ વર્ષે એપ્રિલમાં કરી હતી.
કંપનીએ આ અંગે જણાવ્યું છે કે, આ ડીલના પગલે અલેરગનને 33.75 અબજ ડોલર મળશે. આ ડીલ અંતર્ગત 6.75 અબજ ડોલરની કિંમતના શેર આપવામાં આવશે. આ કારણે અલેરગનને ટેવામાં 10 ટકા માલિકીનો હિસ્સો મળશે. આ અંગેની ડીલને ટેવા અને અલેરગનના બોર્ડ ઓફ ડાયરેકટર્સે મંજૂરી આપી છે. આ ડીલ 2016ના પ્રથમ ત્રિમાસિકમાં પુરી થાય તેવી શકયતા છે.
અલેરગને જણાવ્યું છે કે, આ સોદાથી ટેવા અલેરગનનો વૈશ્વિક જેનેરિક બિઝનેસ ખરીદશે. આ બિઝનેસમાં ઈન્ટરનેશનલ જેનેરિક કોમોર્શિયલ યુનિટ, થર્ડ પાર્ટી સપ્લાયર મેડિસ, ગ્લોબલ જેનેરિક મેન્યુફેકચરિંગ ઓપરેશન, ગ્લોબલ જેનેરિક આરએન્ડડી યુનિટ, ઈન્ટરનેશનલ ઓવર-ધ-કાઉન્ટર કોમર્શિયલ યુનિટ અને ઈન્ટરનેશનલ બ્રાન્ડનો સમાવેશ થાય છે.