એથેન્સઃ ગ્રીસની જનતાએ પોતાના દેશના ભવિષ્ય માટે નિર્ણય કરી લીધો છે કે તેઓ બેલઆઉટ પેકેજ માટે કરજદાતાઓની સખત શરતોને માનશે નહી. જીડીપીના આશરે 175 ટકા કરજના બોજથી દબાયેલા ગ્રીસે જ્યારે લોકમત મારફતે પોતાની જનતાને પૂછ્યું કે વિદેશી કરજ માટે કરજદારોની શરતો પર ‘હા’ કહેવું જોઇએ કે ‘ના’, તો જનતાએ ના કહીને તેનો જવાબ આપ્યો. લોકમતના પરિણામો, સરકારી ખર્ચમાં કપાતનો વિરોધ કરતી પાર્ટી સિરીઝા અને તેના પીએમ એલેક્સીસ સાયપ્રસ માટે મોટી જીત છે. પરંતુ હવે સવાલ એ છે કે શું ગ્રીસ બેલઆઉટ પેકેજ હાંસલ કરી શકશે અને શું દેવાળીયુ થવાના આરે ઊભેલી ગ્રીસની અર્થવ્યવસ્થા બચી શકશે. જોકે લોકમતના પરિણામોથી હવે ગ્રીસનું બહાર નીકળવાનું લગભગ નિશ્ચિત મનાય છે. 61 ટકા વધુ મતદારોએ કરજદારોના પ્રસ્તાવ પ્રસ્તાવની વિરુદ્ધ અને આશરે 39 ટકા તેના પક્ષમાં મતદાન કર્યું છે.
સાયપ્રસે કહ્યું – લોકતંત્રને બ્લેકમેલ ન કરી શકાય
ગ્રીસના વડાપ્રધાન એલેક્સિસ સાયપ્રસ લોકમતના પરિણામોથી ઉત્સાહિત છે. ટેલીવિઝન પર રાષ્ટ્રને સંબોધિત કરતા સાયપ્રસે કહ્યું કે આજે આપણે લોકતંત્રની જીતની ઉજવણી કરીશું. રવિવારનો દિવસ યૂરોપના ઇતિહાસમાં એક ઉજ્જવળ દિવસ છે. આપણે તે સાબિત કરી નાખ્યું કે મુશ્કેલમાં મુશ્કેલ દોરમાં પણ લોકતંત્રને બ્લેકમેલ કરી શકાય નહી. આ એક નિર્ણાયક જીત છે.
હવે કેવી રીતે મળશે બેલઆઉટ પેકેજ
ગ્રીસને 2018 સુધી 50 અબજ યૂરો એટલે કે 5.5 અબજ ડોલરના નવા આર્થિક પેકેજની જરૂર છે. યૂરોનો ચલણ તરીકે ઉપયોગ કરતા યૂરોપીય દેશો, યૂરોપીય સેન્ટ્રલ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે (આઇએમએફ) તેના માટે ખર્ચમાં કાપની મોટી શરત મૂકી હતી. ગ્રીસનો દાવો છે કે યૂરોઝોનમાંથી તે હટી જશે તો યૂરોપને એક હજાર કરોડનું નુકસાન થશે.
જર્મની,ફ્રાંસની વધી મુશ્કેલીઓ
ગ્રીસને સંકટમાંથી ઉગારવા માટે જર્મની અગત્યની ભૂમિકા નિભાવી રહ્યા છે. યૂરોઝોનના દેશોમાં જર્મની સૌથી મટું કરજદાતા છે. તે અત્યાર સુધીમાં 57.23 અબજ યૂરો આપી ચૂક્યું છે. ત્યારે ફ્રાંસે 42.98 અબજ યૂરોનું ઋણ ગ્રીસને આપ્યું છે. ગ્રીસના લોકમતના પરિણામો બાદ જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ વાતચીત કરી હતી અને એ વાત પર સંમત થયા કે આપણે ગ્રીસના લોકોના મતનું સન્માન કરવું જોઇએ. ત્યારે યૂરોઝોનના નાણાંપ્રધાનોના પ્રમુખ જેરોન ડિજ્જસ્સેબલોમના અનુસાર લોકમતના પરિણામો અફસોસજનક છે. યૂરો ગ્રુપની બેઠક આ બાબતે મંગળવારના રોજ મળનાર છે.
યૂરોઝોનમાંથી નીકળે તો લાવવી પડશે નેશનલ કરંસી
ગ્રીસના લોકમત બાદ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રેડિટ સ્યુઇસનું માનવું છે કે ગ્રીસ યૂરોઝોનથી બહાર નીકળવાની સંભાવના 75 ટકા થઇ ગઇ છે. જો યૂરોઝોનમાંથી બહાર નીકળી જાય તો તેણે પોતાની કરન્સી ડ્રાકમા લાવવી પડશે. જો આમ થાય તો ગ્રીસની કરન્સીને ઇન્ટરનેશનલમાં શાખ બનાવવા માટે લાંબો રસ્તો અપનાવવો પડશે. ત્યારે યૂરોઝોનના દેશ આગળની રણનીતિ નક્કી કરવા માટે મંગળવારે બેઠક કરશે. તેમાં યૂરોઝોનના દેશોના નાણાપ્રધાન હિસ્સો લેશે.
આગળની સ્લાઇડમાં જાણો – ગ્રીસે કોની પાસેથી કેટલું લીધુ છે કરજ અને કેવી રીતે ઘેરું બન્યું સંકટ