તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વિસબેન્કોમાંથી ભારતીયોની એકાઉન્ટસ ડિટેલ પ્રાપ્ત કરવાનું કામ બન્યુ ઝડપી, 5 નામની મળી માહિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ભારતીયોના વિદેશી બેન્કોમાં જમા કાળા નાણાંને ટ્રેક કરવાનું કામ મોદી સરકારે ઝડપી કર્યું છે. છેલ્લા થોડા મહીનાઓમાં સ્વિઝરલેન્ડને 20 રિકવેસ્ટ મોકલીને સરકારે કેટલાક ભારતીયોના એકાઉન્ટસની માહિતી માંગી છે. નવેમ્બરથી અત્યાર સુધીમાં સરકારને 5 નામોની જાણકારી મળી ચૂકી છે.
આ લોકો પર નજર
- જાણકારી પ્રમાણે, ભારતે જે લોકોની માહિતી માંગી છે તેમાં ત્રણ લિસ્ટેડ કંપનીઓ છે. તે સિવાય એક રિયલ એસ્ટેટ કંપનીના પૂર્વ સીઈઓ, દિલ્હીમાં રહેનારા પૂર્વ બ્યુરોક્રેટની પત્ની, દુબઈમાં રહેતા ઈન્વેસ્ટમેન્ટ બ્રોકર, એક ભાગેડું કારોબારી તેની પત્ની અને યુએઈની કંપની સામેલ છે.
- કેટલાક ગુજરાત બિઝનેસમેન પણ આ લિસ્ટમાં સામેલ છે જે વિદેશમાં રહી રહ્યાં છે અને ટ્રેડિંગ સાથે જોડાયેલા છે.
- શંકા છે કે આ લોકોએ પનામા અને બ્રિટિશ વર્જિન આઈલેન્ડસમાં કંપનીઓ લિસ્ટેડ કરાવી છે અને પછી સ્વિસ બેન્કોમાં એકાઉન્ટસ ઓપન કરાવ્યા છે.
એકસચેન્જ કરવામાં આવશે ઈન્ફોર્મેશન
- ભારતે સ્વિઝરલેન્ડ પાસે એડિમિસ્ટ્રેટીવ આસિસ્ટન્ટની રિકવેસ્ટ કરી છે. તેમાં એકાઉન્ટ હોલ્ડર વિશે માહિતી માગવામાં આવે છે. સ્વિસ રૂલ્સ પ્રમાણે, એકાઉન્ટ હોલ્ડરને એ અંગે પૂછપરછ કરવામાં આવે છે. જો તેના જવાબ યોગ્ય હોતા નથી તો તેની માહિતી સંબધિત દેશોને આપવામાં આવે છે.
- ગત સપ્તાહમાં જ ભારત અને સ્વિઝરલેન્ડે એક ડીલ કરી છે. જેના કારણે બંને દેશો સપ્ટેમ્બર 2018 બાદ તમામ એકાઉન્ટની ઈન્ફોર્મેશન શેર કરી શકશે.
- ઉલ્લેખનીય છે કે, સ્વિઝરલેન્ડ ભારતને કેટલાક લોકોની જાણકારી આપી ચૂક્યું છે. આ અંગેની સૂચનાઓ પર ટેકસ ડિપાર્ટમેન્ટ અને ઈડીએ કાર્યવાહી પણ કરી છે.
- નવેમ્બરથી અત્યાર સુધીમાં પાંચ એકાઉન્ટ હોલ્ડરની જાણકારી ભારતને મળી ચૂકી છે. જયારે જૂનથી અત્યાર સુધીમાં આ આંકડો 20 થઈ ચૂકયો છે.
- ઉલ્લેખનીય છે કે સ્વિઝરલેન્ડની બેન્કો લાંબા સમયથી બ્લેક મની છૂપાવવાના હેવન્સ તરીકે જાણીતી છે. જોકે, દુનિયાના ઘણા દેશોએ સ્વિસ સરકાર પર દબાણ કર્યું છે. બાદમાં સ્વિસ સરકાર એ કાયદામાં ઢીલ આપી છે અને હાલ આ બેન્કોની ઘણી જાણકારી પ્રકાશમાં આવવા લાગી છે.
અન્ય સમાચારો પણ છે...