તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્તિ માટે ભારત સૌથી ખરાબ દેશ, સ્વિટ્ઝરલેન્ડ છે ટોપ પર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ નિવૃત્તિ માટે ભારત સૌથી ખરાબ દેશ છે. નેટિક્સિસ ગ્લોબલ એસેટ મેનેજમેન્ટના ચોથા વાર્ષિક ગ્લોબલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક સૌથી નીચે છે. જ્યારે નિવૃત્તિ માટે સૌથી શ્રેષ્ઠ દેશમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે અને આઈસલેન્ડ ટોપ પર છે. આ યાદીમાં અમેરિકા 14માં ક્રમ પર છે. 

- નેટિક્સિસે રિટાયરમેન્ટ ઇન્ડેક્સમાં 43 દેશને સામેલ કર્યા છે. તેમાં 34 દેશ આઈએમએફના એડવાન્સ્ડ ઇકોનોમી, ઓઈસીડીમાંથી પાંચ અને બ્રિક્સના ચાર દેશ સામેલ છે. વિતેલા વર્ષે નેટિક્સિસે ઇન્ડેક્સમાં 150 દેશને સામેલ કર્યા હતા. 
- વિદેલા વર્ષે 150 દેશની વચ્ચે થયેલા સર્વેમાં ભારતનો રેન્ક 88 અને તે બ્રિક્સ દેશમાં સૌથી ખરાબ પ્રદર્શન ધરાવતો દેશ હતો. 

સર્વેની પ્રક્રિયામાં ફેરફાર

- નેટિક્સિસને ચાલુ વર્ષે સર્વેની પ્રક્રિયામાં થોડો ફેરફાર કર્યો છે. આ વખતે પ્રક્રિયામાં ત્રણ વર્ષની જગ્યાએ પાંચ વર્ષના સરેરાશ રીયલ ઇન્ટ્રેસ્ટ અને ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. 
- અહેવાલ અનુસાર, એન્યુઅલ રિટાયરમેન્ટ ઇન્ડેક્સ નિવૃત્ત થઈ ગયેલા અને થનારા લોકો માટે ગ્લોબલ બેન્ચમાર્ક નક્કી કર્યો છે. તેને આધારે નિવૃત્તિ બાદ તેની જરૂરિયાત, ધારણા અને વિશ્વાસને પૂરા કરનાર દેશનું આકલન અને તેની તુલના કરવામાં આવી છે. 

ભારતમાં 10 કરોડથી વધારે વૃદ્ધ

- 2014માં ભારતમાં વૃદ્ધોની સંખ્યા 10 કરોડ કરતાં વધારે થઈ ગઈ છે. તેમાંથી અડધા ગરીબી રેખા નીચે જીવે છે. અહેવાલ અનુસાર 2021 સુધી વૃદ્ધોની સંખ્યા 14.3 કરોડ થઈ જશે. 
- હેલ્પએજ ઇન્ડિયાના વિતેલા વર્ષે આવેલ અહેવાલ અનુસાર 2050 સુધી ભારતની જનસંખ્યામાં કુલ 20 ટકા જનસંખ્યા વૃદ્ધોની હશે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...હેલ્થ રેન્કમાં પણ સૌથી ખરાબ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો