તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IMFએ આપ્યો ભારતને ઝટકો, FY17 માટે ઘટાડાયું જીડીપી ગ્રોથનું અનુમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનેટરી ફન્ડ(આઈએમએફ)એ મંગળવારે ભારતને મોટો ઝટકો આપ્યો છે. આઈએમએફએ ફાઈનાન્શિયલ વર્ષ 2016-17 માટે ભારતની જીડીપીના ગ્રોથનું અનુમાન ઘટાડીને 7.4 ટકા કર્યું છે. અગાઉ તે 7.5 ટકા હતું. આઈએમએફે આ માટે ઈન્વેસ્ટમેન્ટમાં સુસ્ત રિકવરી અને બ્રેકસિટને જવાબદાર ગણાવ્યું છે. તેના જણાવ્યા પ્રમાણે બ્રેક્સિટ ગ્લોબલ ઈકોનોમિક રિકવરી માટે એક મોટા ઝટકા સમાન છે.
આઇએમએફે તેના તાજા વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં જણાવ્યું કે...
- આઈએમએફએ પોતાના તાજેતરના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકમાં કહ્યું છે કે, બ્રેક્ઝિટના પરિણામોએ ગ્લોબલ ફાઈનાન્શિયલ માર્કેટેને સરપ્રાઈસ કર્યું છે. આ કારણે વર્લ્ડ ઈકોનોમીમાં નબળાઈનું રિસ્ક વધ્યું છે.
- પરિણામે 2016માં ધારણા કરતા સારુ પ્રદર્શન કર્યા છતાં 2016-17માં ગ્લોબલ આઉટલૂક નેગેટિવ બન્યું છે.
ભારતની જીડીપી વૃદ્ધિના અનુમાનમાં ઘટાડો

-આઇએમએફે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2017 અને 2018માં ભારતનો વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનો અંદાજ છે. આ બંને વર્ષ માટે આ અંદાજમાં 0.1 ટકાનો ઘટાડો કરાયો છે.
- આ અગાઉ આઇએમએફે બંને નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન 7.5 ટકા રાખ્યું હતું.
- આઇએમએફે જણાવ્યું કે, ભારતમાં ઇકોનોમિક એક્ટિવિટી ઉત્સાહિત કરે એવી છે, પરંતુ 2016-17 માટે ગ્રોથની આગાહીમાં ઘટાડો કરાયો છે. તેનાથી ઇન્વેસ્ટમેન્ટ રીકવરીમાં નરમાઇનો ખ્યાલ આવે છે. 2015માં ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ 7.6 ટકા રહી હતી.
ચીનના જીડીપી ગ્રોથનું અનુમાન પણ ઘટાડ્યું

-આઇએમએફે ચીનના ગ્રોથ રેટ 2016 અને 2017માં અનુક્રમે 6.6 ટકા અને 6.2 ટકા દરનું અનૂમાન લગાવ્યું છે.
- ચીનમાં 2016 માટે ગ્રોથ અનુમાન 0.1 ટકા ઘટાડવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો