તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Fortuneના પાવરફુલ વૂમેનના લિસ્ટમાં ઈન્દિરા નૂયી બીજા ક્રમે, આ છે ટોપ 10 મહિલાઓ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ પેપ્સિકોની સીઈઓ અને ચેરમેન ઈન્દિરા નૂયીને સૌથી પાવરફુલ મહિલાઓના લિસ્ટમાં ફોરચ્યુને બીજા નંબર પર રાખ્યા છે. આ લિસ્ટમાં કુલ 51 મહિલાઓ સામેલ છે. લિસ્ટમાં સ્થાન મેળવનારી મહિલાઓમાં ઈન્દિરા નૂયી એ એક માત્ર ભારતીય મહિલા છે. જનરલ મોટર્સના સીઈઓ મૈરી બારા લિસ્ટમાં ટોપ પર છે. ગત વર્ષે પણ તે બીજા નંબર પર હતા...
ઈન્દિરા નૂયી વર્ષ 2015માં પણ ફોરચ્યુનના સૌથી શક્તિશાળી મહિલાઓના લિસ્ટમાં બીજા નંબર પર હતા. વર્ષ 2014માં પણ નૂયીને આ લિસ્ટમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો. ફોરચ્યુનના લિસ્ટમાં અગ્રણી કંપનીઓની 22 સીઈઓ સામેલ છે. આ વર્ષે પ્રથમ વખત 9 મહિલાઓની ઈન્ટ્રી થઈ છે.
પેપ્સિકોનું માર્કેટ કેપિટલાઈઝેશન 18 ટકા વધ્યું
ફોરચ્યુનનું કહેવું છે કે ઈન્દિરા નૂયીનો પ્રભાવ જરા પણ ઓછો થયો નથી. છેલ્લા 12 મહિના દરમિયાન પેપ્સિકોની માર્કેટ કેપિટેલાઈઝેશન 18 ટકા વધીને 15,500 કરોડ ડોલર થઈ ગઈ છે. આ સ્થિતિ ત્યારે છે જયારે માર્કેટની સ્થિતિ ઉતાર-ચઢાવ વાળી છે. પેપ્સીકોનું 2015માં વેચાણ 5 ટકા ઘટયું છે. જયારે તેનો નફો 13 ટકા ઘટયો છે.
જનરલ મોટર્સને રેકોર્ડ લાભ
મૈરી બારાને આ વર્ષે ફોરચ્યુનની સૌથી શક્તિશાળી મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. ગત વર્ષે પણ ટોપ પર મૈરી જ હતી. એક વર્ષ દરમિયાન જનરલ મોટર્સ ની આવક અગાઉ કરતા સારી થઈ છે, જે સારી થઈને 15,240 કરોડ ડોલર થઈ ગઈ છે. મેગેઝીનના જણાવ્યા અનુસાર, મૈરી બારાએ 2014માં સંકટ બાદ પણ સારી રીતે જીએમને સંભાળી છે અને રશિયામાં ઓપરેશન બંધ કરવા અંગેનો નિર્ણય કર્યો છે. સાથે જ રાઈ શેયરિંગ લિફટમાં રોકાણ કર્યું છે. 2015માં કંપનીને 970 કરોડ ડોલરનો રોકોર્ડ લાભ થયો છે.
આગળની સ્લાઈડમાં વાંચો, લિસ્ટની ટોપ 10 મહિલાઓ વિશે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો