તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિટકોઇન 10,000 ડોલરની પાર, 15 પૈસાનું આ ચલણ બન્યું 6.7 લાખ રૂપિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ ગુપ્ત મુદ્રા અથવા ક્રિપ્ટોકરન્સી ગણાતી વિશ્વભરમાં ફેમસ બિટકોઇનની કિંમત 10,000 ડોલરની પ્રતિ યુનિટની પાર પહોંચી ગઇ છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 67,000 રૂપિયા થાય છે. તાજેતરમાં બિટકોઇનની કિંમતમાં એકાએક ઘટાડાના સમાચાર પણ આવ્યા હતા. જોકે, તે પછી પણ તેની કિંમત તેના ઐતિહાસિક સ્તરે પહોંચી ગઇ છે.
 

બિટકોઇનની કિંમત 3 મહિનામાં 140 ટકા વધી

પહેલા બિટકોઇનના એક યુનિટની કિંમત 28 નવેમ્બરે 7,51,500 રૂપિયા કે 11,000 ડોલરની પાર પહોંચી ગઇ છે. જ્યારે 30 ઓગસ્ટના દિવસે તે 3,16,200 રૂપિયાના સ્તરે હતી. આ હિસાબે જોઇએ તો, 3 મહિનામાં તેમાં 140 ટકાની તેજી આવી છે. બિટકોઇનનું હરીફ ઇથર પણ ઓલટાઇમ હાઇ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 28 નવેમ્બરે તેના એક યુનિટની કિંમત 30,272 રૂપિયા હતી. આ સમાચાર લખાય છે ત્યારે તેની કિંમત 10,616 ડોલરના લેવલ પર ટ્રેડ થઇ રહી છે.
 

ગૂગલ ટ્રેન્ડમાં સૌથી સર્ચ થઇ રહ્યું છે બિટકોઇન

આ કેલેન્ડર વર્ષમાં આ ક્રિપ્ટોકરન્સીએ આપેલા અસમાન્ય વળતરના કારણે આજકાલ વિશ્વભરમાં તેની ચર્ચા છે. ગૂગલ ટ્રેન્ડમાં સૌથી વધુ સર્ચ થતા વર્ડઝમાં તેનો સમાવેશ થાય છે. ગૂગલમાં સૌથી વધુ સર્ચ થતા શબ્દો છે..‘buy bitcoin with credit card’. લોકો તેમાં ટ્રેડિંગ કરીને કમાણી કરવા એકાઉન્ટસ ખોલવા લાગ્યા છે. 
 

આગળ વાંચો... 15 રૂપિયાના થયા 6.7 કરોડ રૂપિયા...
 

અન્ય સમાચારો પણ છે...