24 કલાક વીજળીના દાવાને ઝટકો, રાજ્યોના કારણે અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટ અટકી પડ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી બધાને 24 કલાક વીજળી આપવાનું વચન પૂરું કરવા માટે મોદી સરકાર દેશમાં અલ્ટ્રા મેગા પાવર પ્લાન્ટની સંખ્યા વધારીને 12 કરવા માગે છે, પરંતુ રાજ્ય સરકારની મદદ ન મળવાને કારણે આ યોજના જોઈએ તેટલી આગળ નથી વધી રહી. યૂપીએ સરકારના કાર્યકાળમાં 4 યૂએણપીપીનું કામ શરૂ થયું હતું, તેમાંથી માત્ર બે પ્લાન્ટ જ શરૂ થઈ શક્યા છે, મોદી સરકાર માટે આ પ્રોજેક્ટ શરૂ કરવા જ એક મોટો પડકાર બની ગયો છે.

આ બે પ્લાન્ટ ચાલી રહ્યા છે

ઉર્જા મંત્રાલયના હાલના અહેવાલ અનુસાર અત્યાર સુધી માત્ર સાસન (મધ્યપ્રેદશ) અને મુંદ્રા (ગુજરાત)માં જ યૂએમપીપી શરૂ થઈ શક્યા છે. સાસન પ્લાન્ટ રિલાયન્સ પાવર અને મુંદ્રા પ્લાન્ટ ટાટા પાવર લિમિટેડ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. સાસનમાં 660 મેગાવોટ ક્ષમતાના 6 યૂનીટ અને મુંદ્રામાં 800 મેગાવોટના 6 યૂનિટ ચાલી રહ્યા છે. આ બન્ને પ્લાન્ટ 2007માં શરૂ થઈ ચૂક્યા છે.

આ પ્લાન્ટ ન થઈ શક્યા ચાલુ

આંધ્રપ્રદેશના કૃષ્ણાપટનમ પ્લાન્ટ જાન્યુઆરી 2008માં રિલાયન્સ પાવરનો સોંપવામાં આવ્યો હતો, પરંતુ કંપનીએ ઇન્ડોનેશિયામાં કોલ પ્રાઈસ પોલિસીમાં આવેલ ફેરફારને કારણે કામ અટકાવી દીધું હતું. આ કેસ દિલ્હી હાઈકોર્ટમાં વિચારાધીન છે. તેવી જ રીતે તિલિયા યૂએમપીપી પણ 2009માં રિલાયન્સને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં ઝારખંડ સરકાર દ્વારા લન્ડ ટ્રાન્સફર ન કરવાને કરાણે આ પ્રોજેક્ટ પણ અટકી ગયો છે.

આ રાજ્યોમાં લાગશે નવા પ્લાન્ટ

મોદી સરાકર 8 નવા યૂએમપીપી લગાવવા માગે છે. દરેક યૂએમપીપીની ઉત્પાદન ક્ષમતા અંદાજે 4000 મેગાવોટ હશે. એટલે કે, સરકાર આ યૂએમપીપીના માધ્યમથી અંજાડે 32 હજાર મેગાવોટ વીજળીનું વધારાનું ઉત્પાદન કરવા માગે છે. તેના માટે સરકારે ઓડિશામાં 3, તમિલનાડુ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ગુજરાતમાં એક એક યૂએમપીપી લગાવવા માટે જગ્યા શોધી લીધી છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો...શા માટે અટકી ગયું છે કામ...
અન્ય સમાચારો પણ છે...