તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશમાં સરપ્લસ વિજળી બની સરકારની મુશ્કેલી, રાજયોને ડિમાન્ડ વધારવાનું સુચન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: દેશમાં વધી રહેલું વીજળી ઉત્પાદન મોદી સરકાર માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. બે વર્ષમાં સરકારે પાવર પ્રોડકશન પર તો યોગ્ય ધ્યાન આપ્યું, જોકે હાલ સરકારને લાગી રહ્યું છે કે જો વીજળીની જરૂરિયાત વધુ નહીં વધે તો પાવર પ્રોડયુસર્સને નુકશાન સહન કરવું પડી શકે છે. આ કારણે કેન્દ્ર સરકારે રાજયોને કહ્યું છે કે તે વીજળીના રેટનું રેશનલાઈઝેશન કરી પાવરની ડિમાન્ડ વધારે, જેથી દેશના તમામ પાવર પ્લાન્ટ પોતાની કેપિસિટી પ્રમાણે પ્રોડકશન કરી શકે.
સોથી ઓછો વપરાશ ભારતમાં
થોડા દિવસો અગાઉ સેન્ટ્રલ પાવર મિનિસ્ટ્રીની પહેલ પર તમામ રાજયોની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પાવર મિનિસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું છે કે દેશમાં હાલ 1010 યુનિટ વાર્ષિક પ્રતિ વ્યક્તિ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે, જે બીજા દેશોની સરખામણીમાં ખુબ જ ઓછો છે.
પીએલએફએ બગાડી વાત
પીએલએફ એટલે કે એક પાવર પ્લાન્ટમાંથી પેદા થયેલી વીજળી. છેલ્લા થોડા વર્ષોમાં તેજીથી તેમાં ઘટાડો આવ્યો છે. બેઠકમાં એમ જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં 2015-16માં પીએલએફ 62.29 ટકા રહી. તેનો અર્થ એ છે કે જનરેશન કેપિસિટીની સરખામણીમાં પાવર પ્લાન્ટે 62.29 ટકા જનરેશન કર્યું છે.
રાજયો નથી ખરીદી રહ્યા વીજળી
કેન્દ્ર સરકારનું કહેવું છે કે, રાજયોમાં વીજળી કાપ હોવા છતાં રાજયો વીજળી વિતરણ કંપનીઓ પાસેથી વીજળી ખરીદી રહ્યાં નથી. જયારે રાજયોનું કહેવું છે કે વીજળી મોંઘી થવાને કારણે અને ડિસ્કોમ્સની ફાઈનાન્શિયલ પોઝીશન યોગ્ય ન હોવાને કારણે તેઓ વીજળી નથી ખરીદી રહ્યાં.
રાજયોને ડિમાન્ડ વધારવા માટે કહેવામાં આવ્યું
બેઠકમાં રાજયોમાંથી આવેલા પાવર ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે પોતાના રાજયોમાં પાવરની ડિમાન્ડ વધારવામાં આવે. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધારવા માટે પણ આયોજન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હાલ ઘણા રાજયોમાં ઈન્ડસ્ટ્રી ડિઝલ જનરેટરનો ઉપયોગ કરી રહી છે. સરકારે આ ઈન્ડસ્ટ્રીમાં સારા કવોલિટીની વીજળી પહોંચાડવી જોઈએ.
આગળની સ્લાઈડમાં વાંચો- ડિમાન્ડ કઈ રીતે વધશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો