મોદી સરકારને વધુ એક આંચકો, હાઉસિંગ ફોર ઓલ સ્કીમમાં રાજ્યોની અવળચંડાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વર્ષ 2022 સુધી સૌને ઘર આપવાની મોદી સરકારની સ્કીમ પર સવાલ ઊભા થવા લાગ્યા છે. ભૂમિ અધિગ્રહણ વટહૂકમ બહાર પાડવા છતાં કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં કોઈપ ભૂમિનું અધિગ્રહણ કર્યું નથી, એવામાં જ્યારે રાજ્ય સરકાર આ મુદ્દા પર કેન્દ્રને ઘેરવાની તૈયારી કરી રહી છે. રાજ્યોનો ઉદ્દેશ છે કે, કેન્દ્ર ઝડપથી ભૂમિ અધિગ્રહણ બિલને લઇને સ્થિતિ સ્પષ્ટ કરે. સાથે જ, આ સ્કીમ અંતર્ગત રાજ્યોને જમીન માટે વધારાનું ફંડ આપવામાં આવે.

ભૂમિ અધિગ્રહણ કાયદાની સ્થિતિ સ્પષ્ટ થાય

કેન્દ્રીય આવાસ અને ગરીબી નિર્મૂલન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, સ્કીમ શરૂ કરવા માટે મંત્રાલય તરફથી કેટલાક રાજ્યો સાથે વાતચીત કરવામાં આવી છે તો રાજ્યના પ્રતિનિધિઓનું કહેવું છે કે, તેમના રાજ્યમાં જમીનને લઇને ચાલી રહેલ વિવાદને કારણે આ સ્કીમમાં કામ શરૂ નથી થઈ શક્યું. ઘણા રાજ્યોનું કહેવું છે કે, તેમની પાસે લેન્ડ બેન્ક નથી, એવામાં તેમને જમીનનું અધિગ્રહણ કરવું પડસે, પરંતુ અત્યાર સુધી ભૂમિ અધિગ્રહણ કાયદાને લઇને ચાલી રહેલ મુંઝવણની સ્થિતિને કારણે જમીનનું અધિગ્રહણ નથી થઈ શક્યું. એવામાં સ્કીમ શરૂ કરવાનો તો સવાલ જ નથી ઊભો થતો.

પ્રોજેક્ટ કોસ્ટને લઇને વિવાદ

અધિકારી જણાવે છે કે, હાઉસિંગ ફોર ઓલ સ્કિમમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જમીનની વ્યવસ્થા રાજ્યોએ કરવાની રહેશે, પરંતુ રાજ્યોનું કહેવું છે કે, સ્કીમ અંતર્ગત પ્રસ્તાવિત પ્રોજેક્ટ કોસ્ટમાં જમીનની કિંમતને સામેલ કરવામાં આવી નથી. કેન્દ્રએ જમીનની કિંમત પણ પ્રોજેક્ટ કોસ્ટમાં સામેલ કરવી જોઈએ, જેથી કરીને કેન્દ્ર જ્યારે પ્રોજેક્ટ માટે ફંડ ફાળવે ત્યારે રાજ્યોને જમીનની કિંમત પણ મળી જાય.

કેન્દ્રીય મંત્રાલયથી મંજૂરી પર પણ વિવાદ

રાજ્યોનું કહેવું છે કે, પોતાના રાજ્યમાં પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઘણી વખત તેમને કેન્દ્રીય મંત્રાલય પાસેથી મંજૂરી લેવી પડે છે, એવામાં હાઉસિંગ ફોર ઓલને લઇને પણ આ સમસ્યા આવશે. તેના માટે કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવે કે હાઉસિંગ પ્રોજેક્ટ બનાવતા સમયે કેન્દ્રીય મંત્રાલયથી કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

પહેલા પણ થયો છે વિવાદ

હાઉસિંગ ફોર ઓલ સ્કીમના લોન્ચિંગ પહેલા જ જમીનને લઇને કેન્દ્ર અને રાજ્યની વચ્ચે વિવાદ થઈ ગયો છે. જોકે તે સમયે કેન્દ્રએ આ મામલે પર રાજ્યોને શાંત કરતા વચન આપ્યું હતું કે ભૂમિ અધિગ્રહણ કાયદાને લઇને ટૂંક સમયમાં સર્વાનૂમતે આખરી નિર્ણય લેવામાં આવશે અને બન્ને ગૃહમાંથી મંજૂરી લઇને તેને લાગૂ કરવામાં આવશે. પરંતુ અત્યાર સુધી સ્થિતિ કોઈ સ્પષ્ટ ન થવાને લીધે રાજ્ય એક વખત ફરી આ મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો....ક્યા રાજ્યોએ વાંધા ઉઠાવ્યા છે....