તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું ભાડું પ્લેનથી ઓછું હશે, 2 કલાકમાં થશે 508 kmની મુસાફરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: મુંબઈ અને અમદાવાદની વચ્ચે ચાલનારી પ્રથમ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે પેસેન્જર્સે પ્લેન કરતા ઓછું ભાડું આપવાનું રહેશે. આ અંગેની માહિતી રેલવે મંત્રી સુરેશ પ્રભુએ લોકસભામાં પશ્ન કાળ દરમિયાન આપી હતી. આ હાઈસ્પીડ ટ્રેનથી 508 કિલોમીટરનું અંતર માત્ર 2 કલાકમાં કાપી શકાશે. આ પ્રોજેક્ટ 6 વર્ષમાં પૂરો કરવામાં આવશે. જાપાન આપશે પ્રોજેકટની 81 ટકા રકમ.

પ્લેનનું નોર્મલ ભાડું 1600થી 200 રૂપિયા
મુંબઈથી અમદાવાદની વચ્ચે પ્લેનનું બેઝિક ભાડું 1,600થી 2,000 રૂપિયાની વચ્ચે છે. એવામાં બુલેટ ટ્રેનનું મિનિમમ ભાડું પણ 2,000 રૂપિયાની આસપાસ નક્કી કરવામાં આવી શકે છે. બુલેટ ટ્રેન પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 97,636 કરોડ રૂપિયા છે. ભારતને 81 ટકા રકમ જાપાન પાસેથી લોનના રૂપમાં પ્રાપ્ત થશે. બુલેટ ટ્રેનની મેક્સિમમ સ્પીડ 350 કિલોમિટર પ્રતિ કલાક હશે. જ્યારે તેની ઓપરેટિંગ સ્પીડ 320 કેએમપીએચ હશે. હાલ ભારતની સૌથી ઝડપી ચાલતી ટ્રેન દૂરન્તો છે. દૂરન્તોને 508 કિલોમીટરનું અંતર કાપતા 7 કલાક લાગે છે.

50 વર્ષ માટે જાપાન પાસેથી મળશે લોન
આ પ્રોજેકટ માટે જાપાન 0.1 ટકા વાર્ષિક વ્યાજ દર પર 50 વર્ષ માટે લોન આપશે. લોન એગ્રીમેન્ટ અંતર્ગત રોલિંગ સ્ટોક અને અન્ય ઉપકરણ જેવા સિગ્નલ અને પાવર સિસ્ટમનું જાપાનમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવશે. લોન એગ્રીમેન્ટ પર એક વર્ષના અંત સુધીમાં સહી થઈ શકે છે.
સરકાર 200 કરોડ સેકશન કરી ચૂકી છે
સરકાર અત્યાર સુધી બુલેટ પ્રોજેકટમાં 200 કરોડ રૂપિયા સેકશન કરી ચૂકી છે. પ્રભુએ અગાઉ પણ ભારતના અન્ય મેટ્રો સિટીઝને હાઈસ્પીડ રેલ નેટવર્ક સાથે જોડાવાની વાત કરી હતી.
21 કિલોમીટર અન્ડર વોટર ટનલ
જાપાનીઝ ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીએ બુલેટ ટ્રેનના પ્રોજેકટનો રિપોર્ટ ભારતને સોપ્યો છે. આ અંગેના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 508 કિલોમીટરના આ રૂટની વચ્ચે 21 કિલોમીટરની અન્ડર વોટર ટનલ પણ બનાવવામાં આવશે. આ ટ્રેકનો મોટા ભાગનો હિસ્સો એલીવેટેડ હશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો