Home » Business » Economy » NHAI issues tenders for highways in 5 states including Guajrat under Bharatmala project

T3 રૂ.13,000 કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ શરૂ, ગુજરાતના 5 પ્રોજેક્ટ માટે ટેન્ડર ઇશ્યુ

Divyabhaskar.com | Updated - Jul 01, 2018, 06:39 PM

આ પ્રોજેક્ટ્સ પાંચ રાજ્યોમાં બનશે. તેના પર 13 હજાર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે.

  • નવી દિલ્હીઃ સરકારે ભારતમાલા પ્રોજેક્ટ પર કામકાજ શરૂ કરી દીધું છે. પહેલા લોટ માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 20 પ્રોજેક્ટ્સ પસંદ કર્યા છે. આ પ્રોજેક્ટ્સ પાંચ રાજ્યોમાં બનશે. તેના પર 13 હજાર 100 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. તેમાં સૌથી વધુ પ્રોજેક્ટ્સ આંધ્રમાં બનશે. તે ઉપરાંત ગુજરાત, તેલંગાણા અને રાજસ્થાનને અગ્રતા આપવામાં આવી છે. ગુજરાતના 5 પ્રોજેક્ટ માટે ટેન્ડર ઇશ્યુ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં હજુ ફક્ત એક પ્રોજેક્ટનું જ ટેન્ડર ઇશ્યુ થયું છે. `હમ'ને અગ્રતા એનએચએઆઇના જણાવ્યા અનુસાર, ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ મોટા ભાગના પ્રોજેક્ટ હાઇબ્રિડ એનયુટી મોડલ (હમ) હેઠળ આપવામાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક પ્રોજેક્ટસ ઇપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) મોડલ હેઠળ કરવામાં આવશે. આંધ્ર પ્રદેશ માટે 7 પ્રોજેક્ટ્સ એનએચએઆઇના એક અધિકારીએ જણાવ્યું કે ભારતમાલા પરિયોજના હેઠળ અત્યાર સુધી જે ટેન્ડર ઇશ્યુ થયા છે તેમાં સૌથી વધારે 7 ટેન્ડર આંધ્રપ્રદેશ માટે ઇશ્યુ કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં ગિદાલુર-વિનુકોન્ડા સેક્શન પર લગભગ 112 કિલોમીટર હાઇવેના રીહેબિલિટેશન અને અપગ્રેડેશન પર 565 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. એ રીતે ગંગાવરમ પોર્ટથી લઇને પ્રસ્તાવિત એસઇઝેડ સુધી 130 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એ જ રીતે, વિશાખાપટ્ટનમ, કૃષ્ણાપટનમ પોર્ટ, બુગ્ગા વગેરે વિસ્તારોમાં પણ હાઇવે પ્રોજેક્ટસ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં થશે 5 પ્રોજેક્ટસ એનએચએઆઇએ ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતને પણ અગ્રતા આપી છે. ગુજરાતમાં 5 પ્રોજેક્ટસ માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હીથી વડોદરા સુધી ડાયરેક્ટ કનેક્ટિવિટીની ડીપીઆર તૈયાર કરવા માટે ટેન્ડર ઇશ્યુ કરવામાં આવ્યા છે. તે માટે કન્સલ્ટન્સી ફર્મની શોધ શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય 4 પ્રોજેક્ટ્સ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. શું છે ભારતમાલા ઉલ્લેખનીય છે કે કેબિનેટે કેટલાક મહિના પહેલા ભારતમાલા પરિયોજનાને મંજૂરી આપી હતી. તેમાં લગભગ રૂ.5.35 લાખ કરોડનો ખર્ચે 34,800 કિલોમીટર લાંબી સડક બનાવવામાં આવશે. પ્રથમ ફેઝમાં ભારતમાલા પ્રોજેક્ટની 24,800 કિલોમીટર લાંબી સડક બનશે, જ્યારે એનએચડીપી હેઠળ 10,000 કિલોમીટર સુધી સડક બનશે. પ્રથમ ફેઝમાં ભારતમાલા પ્રોજેક્ટમાં 9000 કિલોમીટર ઇકોનોમિક કોરિડોરનો પણ સમાવેશ થશે અને તેના પર રૂ.1.20 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તે ઉપરાંત 80,000 કરોડ રૂપિયાના ખર્ચે 6000 કિમી લાંબો ઇન્ટર કોરિડોર તથા ફીડર કોરિડોર, 1 લાખ રૂપિયાના ખર્ચે 5000 કિમી નેશનલ કોરિડોર એફિશ્યન્સી ઇમ્પ્રુવમેન્ટ, 25,000 કરોડ રૂપિયાના ખર્ચે 2000 કિમી લાંબો ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી રોડ, 20 હજાર કરોડ રૂપિયા ખર્ચે 2000 કિમી કોસ્ટલ રોડ અને પોર્ટ કનેક્ટિવિટી તથા લગભગ 40,000 કરોડ રૂપિયાના ખર્ચે 800 કિમી ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ-વે બનાવવામાં આવશે. ગુજરાતથી મિઝોરમ સુધી રોડ કનેક્ટિવિટી ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતથી મિઝોરમ સુધી રોડ બનાવવામાં આવશે અને તેમાં મહારાષ્ટ્રથી બંગાળ સુધી તટીય રાજ્યોને પણ આવરી લેવાશે. આ રોડ નેટવર્ક ભારતને હારમાળાની જેમ આવરી લેશે. તેની રોડ નેટવર્કમાં ગુજરાત, રાજસ્થાન, પંજાર, જમ્મુ એન્ડ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ લિન્ક થશે.
  • NHAI issues tenders for highways in 5 states including Guajrat under Bharatmala project
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • NHAI issues tenders for highways in 5 states including Guajrat under Bharatmala project
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Business

Trending

વીડિયો વધુ જુઓ