તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી શરૂ થશે \'જ્ઞાન સંગમ\' કોન્ફરન્સ, બેંકો માટે તૈયાર થશે રોડમેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ પબ્લિક સેક્ટર બેંકોની સ્થિતિ સુધારવા માટે શુક્રવારથી બેંકોની 'જ્ઞાન સંગમ'ની બીજી કોન્ફરન્સ શરૂ થઈ રહી છે. પાછલા વખતે થયેલ જ્ઞાન સંગમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થયા હતા જેમાં બેંકોમાં ફેરફાર માટે મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, જ્ઞાન સંગમમાં પીએસયૂ બેંકો માટે રોડમેપ પર નજર રહેશે.

કોણ કોણ ભાગ લેશે

આ વખતે જ્ઞાન સંગમમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી, રાજ્ય પ્રધાન જયંત સિન્હા, આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજન સહિત પીએસયૂ બેંકના મુખ્ય અધિકારીઓ ભાગ લેશે. આ વખતના જ્ઞાન સંગમમાં 5 વર્કિંગ ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને આ વર્કિંગ ગ્રુપ નાણાં પ્રધાન અરૂણ જેટલીને પ્રેઝન્ટેશન આપશે.

કઈ વાતો પર થઈ શકે છે ચર્ચા

કહેવાય છે કે, આ વખતે જ્ઞાન સંગમમાં બેંકોના મર્જર પર વિચાર થશે. ઉપરાંત, જન ધન યોજના અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના પર પણ ચર્ચા થશે. જ્યારે બેંકોની વધતી એનપીએના સમધાન અને લોન ગ્રોથ વધારવા પર ચર્ચા થશે.

એસેટ ક્વોલિટી રિવ્યૂ કરશે રઘુરામ રાજન

રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને એસેટ ક્વોલિટી રિવ્યૂ પર બેંકરોને સંબોધિત કરશે. ત્રીજા ક્વાર્ટરમાં પીએસયૂ બેંકોની આવક તેના કારણે મોટો ફટકો લાગ્યો હતો. કારણ કે ડૂબતા દેવાને કારણે એક ખાસ રકમ અલગ રાખવી પડી હતી. આ દરમિયાન બેંકોને ઘણાં ખાતાને એનપીએની શ્રેણીમાં રાખવા માટે કહેવામાં આવ્યું હતું. રિઝર્વ બેંકે એસેટ્સની ક્વોલિટીની સમીક્ષા માટે નાણાંકીય વર્ષના ચોથા ક્વાર્ટરની ઓળખ કરી છે.

બેંકમાં વધી રહી છે એનપીએ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ એસેટ્સ ક્વોલિટી રિવ્યૂ માટે પોતાની 50 ટકા એનપીએ એસેટ્સની જાહેરાત કરી છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે તના માટે 80 ટકા એનપીએની ઓળખ કરી છે.

બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક અને સેન્ટ્રલ બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રની તમામ બેંકોએ ત્રીજા ક્વાર્ટરમાં કુલ 12000 કરોડ રૂપિયાથી વધુની ખોટ દર્શાવી છે. જ્યારે સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંકના નફામાં ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન પંજાબ નેશનલ બેંકનો નફો 93 ટકા ઘટ્યો અને એનપીએ વધીને 8.5 ટકા થઈ ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...