તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SBIના 90 હજારથી વધુ ઓફિસરો સોમવારે હડતાળમાં જોડાશેઃ AISBOF

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોના અધિકારીઓ દ્વારા સોમવારે હડતાળ પર જવાની ચેતવણી વચ્ચે ભારતીય સ્ટેટ બેન્કે કહ્યું છે કે, તેમના કર્મચારીઓનો એક વર્ગ 29 ફેબ્રુઆરીએ હડતાળમાં સામેલ થઈ શકે છે. આ દિવસે નાણા મંત્રી અરૂણ જેટલી જનરલ બજેટ રજૂ કરશે.
એસબીઆઈએ કહ્યું છે કે, ઓલ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફિસર્સ ફેડરેશન (AISBOF) પણ આ હડતાળમાં સામેલ થશે. અન્ય એક સાર્વજનિક બેન્ક ઈન્ડિયન બેન્કે કહ્યું છે કે, તેના કર્મચારીઓનો એક વર્ગ પણ આ પ્રસ્તાવિત હડતાળમાં જોડાઈ શકે છે.
AISBOF દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, એસબીઆઈ અને તેના 5 એસોસિએટ સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર & જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવેણકોરના 90,000થી વધુ ઓફિસર આ હડતાળમાં જોડાશે.
અન્ય સમાચારો પણ છે...