ક્રેડિટ પોલિસીમાં કોઇ ફેરફાર નહિ, રેપો રેટ 6 ટકા પર યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફુગાવાને 4 ટકાની નજીક રાખવા અને ગ્રોથને સપોર્ટ કરવા રેટ યથાવત રખાયા. - Divya Bhaskar
ફુગાવાને 4 ટકાની નજીક રાખવા અને ગ્રોથને સપોર્ટ કરવા રેટ યથાવત રખાયા.

નવી દિલ્હીઃ મોનેટરી પોલિસી કમિટીએ બે દિવસની બેઠકના અંતે આજે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. રેપો રેટ 6 ટકા યથાવર રાખવામાં આવ્યો છે. એ જ રીતે, રિવર્સ રેપો રેટ પણ 5.75 ટકા પર યથાવત રહ્યો છે. આમ, સામાન્ય લોકો અને ઉદ્યોગોની સસ્તા દરની લોન માટેની આશાને હાલ નિરાશા મળી છે. સસ્તા ધિરાણ માટે ફેબ્રુઆરીમાં મળનારી આગામી મીટિંગ સુધી રાહ જોવી પડશે.  જોકે, મોટા ભાગના એક્સપર્ટસે રેટ કટની શક્યતા ન હોવાનું જણાવ્યું હતું.

એમપીસીએ કેમ રેટમાં ઘટાડો ન કર્યો

રિઝર્વ બેન્ક તરફથી ઇશ્યુ થયેલા મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે ફુગાવાને 4 ટકાની રેન્જમાં રાખવા અને ગ્રોથને સપોર્ટ કરવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને પોલિસી રેટમાં કોઇ ફેરફાર નહિ કરવાનો નિર્ણય લેવાયો છે.
 

મોનેટરી પોલિસી પર એક્સપર્ટસનો આવો હતો મત

એક્સપર્ટસ માનતા હતા કે રિઝર્વ બેન્ક માટે મોંઘવારી મુખ્ય મુદ્દો છે. ફુગાવો વધવાનો ટ્રેન્ડ ચાલુ છે. વળી, બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા પણ રિઝર્વ બેન્કના અનુમાન રકરતા સારા આવ્યા છે. એમપીસી પાસે કોઇ સરપ્રાઇઝ ફેક્ટર નથી. તેથી રેટ કટની આશા બહુ ઓછી છે. ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશીએ કહ્યું હતું કે ઓક્ટોબરમાં એમપીસીની મીટિંગના સમયે ઇકોનોમી સામે પડકારો હતા. અત્યારે પણ તે પડકારો ચાલુ જ છે. તેથી વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા નથી. જ્યારે યુનિયન બેન્કના એમડી અને સીઇઓ રાજકિરણ રાયે જણાવ્યું હતું કે પોલિસી રેટમાં ફેરફાર થઇ રહ્યો નથી. બેન્કિંગ સિસ્ટમમાં તરલતા ઓછી છે. ડિપોઝિટ રેટ વધી રહ્યા છે અને બજારમાં મોંઘવારી અંગે ચિંતા છે.
 

એમપીસી માટે નથી કે સરપ્રાઇઝ ફેક્ટર

ક્રિસિલના ચીફ ઇકોનોમિસ્ટ ડીકે જોશીએ મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે એમપીસી સામે કોઇ સરપ્રાઇઝ ફેક્ટર નથી. જીડીપી ગ્રોથના આંકડા અનુમાન પ્રમાણેના છે. તે ઉપરાંત એમપીસી મોંઘવારી પર પણ વિચાર કરશે. ગ્લોબલ ઇકોનોમીમાં રીકવરીનો દોર છે તેથી પણ તેની પાસે કોઇ ખાસ નથી. નિકાસના આંકડા નબળા છે તેથી તેના પર વિચાર થઇ શકે છે. જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ વધીને 6.3 ટકા થઇ ગયો છે. જ્યારે એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ ઘટીને 5.7 ટકા પર આવી ગયો છે.
 

ફુગાવામાં થયો છે વધારો

રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં થયેલી મોનેટરી પોલિસીની બેઠકમાં બીજા છ માસિક ગાળામાં ફુગાવાનો દર 4.2 ટકાથી 4.6 ટકાની રેન્જમાં રહેવાનું અનુમાન રાખ્યું હતું. તાજા આંકડા પ્રમાણે, મોંઘવારીમાં વધારો થયો છે. નવેમ્બરમાં આવેલા આંકડા પ્રમાણે જથ્થાબંધ ફુગાવો વધીને 3.56 ટકાના સ્તરે આવ્યો છે. તેનું કારણ ખાદ્યચીજોના ભાવ વધ્યા તે છે. જ્યારે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવા દર 3.58 ટકા થઇ ગયો, જે સપ્ટેમ્બરમાં 3.28 ટકા હતો. એમપીસીએ ગઇ બેઠકમાં મોંઘવારી વધવાના ટ્રેન્ડ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેથી આ બેઠકમાં પણ ફુગાવો મુખ્ય મુદ્દો રહેશે.
 

ઓઇલની કિંમતો પણ બનશે મહત્ત્વનું ફેક્ટર

ઇકોનોમિસ્ટ પઇ પણિંદકર કહે છે કે એમપીસીની બેઠકમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો મહત્ત્વનો મુદ્દો રહેશે. હાલના સમયે ક્રુડ ઓઇલની કિંમત 60 ડોલર પ્રતિ બેરલ છે. પરંતુ કિંમત વધવાની શક્યતા નથી. ઓપેકે ઓઇલ પ્રોડક્શન ઘટાડવાની વાત કરી છે પરંતુ ઓપેકના બધા દેશો તેમાં સંમત થવાની શક્યતા ઓછી છે. તે ઉપરાંત અમેરિકાએ પણ શેલ ગેસનું ઉત્પાદન શરૂ કર્યું છે. તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતમાં ખાસ વધારો થવાની શક્યતા નથી.
 

આગળ વાંચો... ગઇ બેઠકમાં રેટ કટ અંગે એમપીસીનો નિર્ણય કેવો હતો...

અન્ય સમાચારો પણ છે...