ઈન્ડસઈન્ડ બેન્કે RBS ડાયમંડ એન્ડ જ્વેલરી ફાયનાન્સ બિઝનેસ ખરીદ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ હિન્દુજા ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવતી ઈન્ડસડઈન્ડ બેન્કે સોમવારે કહ્યું હતું કે, તેણે રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (આરબીએસ)ના ડાયમંડ એન્ડ જ્વેલરી ફાયનાન્સ બિઝનેસને ખરીદી લીધો છે. બીએસઈને આપેલી માહિતીમાં ઈન્ડસઈન્ડ બેન્કે કહ્યું છે કે, ઈન્ડસઈન્ડ બેન્કે સમગ્ર બિઝનેસ પોર્ટફોલિયોને ખરીદીને બેન્કમાં ભેળવી દીધો છે. ખરીદવામાં આવેલી લોન બુક આશરે 4100 કરોડ રૂપિયા છે.
ચાલુ વર્ષે એપ્રિલમાં ઈન્ડસઈન્ડ બેન્કે કહ્યું હતું કે, તેણે રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડની સાથે ડાયમંડ એન્ડ જ્વેલરી ફાયનાન્સિંગ બિઝનેસને ખરીદવા માટે સમજૂતી કરી છે. બેન્કે કેટલી રકમમાં આ સોદો કર્યો છે તેની માહિતી આપી નથી. ઈન્ડસઈન્ડ બેન્ક પહેલાંથી જ ડાયમંડ અને જ્વેલરી ફાયનાન્સ બિઝનેસમાં છે અને આ સોદાથી બેન્કની સ્થિતિ વધુ મજબૂત થશે.
આરબીએસ ભારતમાંથી બહાર નિકળવાની કોશિશ કરી રહ્યું છે, કેમકે 2008ની વૈશ્વિક આર્થિક મંદી બાદ આરબીએસની પેરન્ટ કંપનીએ સરકારી બેલઆઉટ લેવું પડ્યું હતું. રિઝર્વ બેન્કે 2012માં આરબીએસને તેના રિટેલ બેન્કિંગ બિઝનેસ એચએસબીસીને વેચવાની મંજૂરી આપી હતી. તે સમયે બેન્કે કહ્યું હતું કે, તે પોતાનો સમગ્ર બિઝનેસ ભારતમાંથી ધીમે ધીમે સમેટી લેશે. ભારનતા 10 શહેરોમાં આરબીએસની 20 બ્રાન્ચો છે.
અન્ય સમાચારો પણ છે...