તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HDFCએ એપ્પલ વોચ સાથે મળીને વોચ બેન્કિંગ શરૂ કર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્કે ડિજિટલ માધ્યમ દ્વારા બેન્કિંગ સેવાઓને વધુ વિસ્તારી છે. બેન્કે દેશમાં પહેલીવાર ‘વોચ બેન્કિંગ’ સેવા શરૂ કરી છે. એચડીએફસી બેન્કે એપ્પલ વોચ સાથે મળીને આ સેવા શરૂ કરી છે. તેના દ્વારા ગ્રાહકો એપ્પલ વોચ પર બેન્કની 10 સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આ સેવાથી ખાતાનું બેલેન્સ જાણી શકાશે, રીચાર્જ કરી શકાશે ઉપરાંત યૂટિલિટી બિલની ચૂકવણી જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે.
એચડીએફસી બેન્ક, વોચ બેન્કિંગની આ સુવિધા હાલ આઈઓએસ અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આગામી સમયમાં તમામ ઓપરેટિંગ સિસ્ટર પર આ સુવિધા આપવાની બેન્કની યોજના છે.
એચડીએફસી બેન્કે ડિસેમ્બર 2014માં તમામ શક્ય ડિજિટલ માધ્યમો દ્વારા સર્વશ્રેષ્ઠ બેન્કિંગ સેવા ઉપલબ્ધ કરવાવા માટે ‘ગો ડિજિટલઃ બેન્ક તમારી મુઠ્ઠીમાં’ અભિયાન શરૂ કર્યું હતું.
એચડીએફસી બેન્ક 150થી વધારે બેન્કિંગ લેવડ-દેવડની સુવિધાઓ તેના નેટ બેન્કિંગ પ્લેટફોર્મ અને 80થી વધુ લેવડ-દેવડ મોબાઈલ બેન્કિંગ (મોબાઈલ અને ટેબલેટ એપ્સ) દ્વારા ઉપલબ્ધ કરાવી રહી છે.
વોચ બેન્કિંગમાં મળશે આ સુવિધાઓ
એચડીએફસી બેન્ક શરૂઆતના તબક્કામાં કુલ 10 બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. તેમાં ખાતાની માહિતી, યૂટિલિટી બિલ ચૂકવણી, રીચાર્જ, હોટલિસ્ટિંગ સુવિધા, નજીકની શાખા અને એટીએમની જાણકારી, વિવિધ ઓફર્સની માહિતી, ચેકબુક ઓર્ડર જેવી સુવિધાઓ મળશે.
અન્ય સમાચારો પણ છે...